Friday, April 26, 2024
Homeરાજકોટ : મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે જેલના જ પાંચ...
Array

રાજકોટ : મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે જેલના જ પાંચ કર્મચારીઓની અટકાયત કરવામાં આવી

- Advertisement -

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે રાજકોટ પોલીસે રાજકોટ જેલના જ સુબેદાર, હવલદાર અને 3 જેલ સહાયક મળી 5 જેલ કર્મીની અટકાયત કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ રાજ્ય જેલ વડા કે.એલ.એન રાવ દ્વારા 5 જેલ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટ જેલમાં છેલ્લા 6 માસથી ફોન મળી આવવાની 11 ફરિયાદ મળતા રાજકોટ પોલીસ કમિશનરે સીટની રચના કરી છે. અગાઉ 15 કેદીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. કેદીઓની પૂછપરછ બાદ આજે 5 જેલ કર્મીની અટકાયત કરવામાં આવી છે.

જાન્યુઆરીથી જુન સુધીમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાના 11 ગુના નોંધાયા

જિલ્લા જેલમાં મોબાઇલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે હવલદાર ખીમાભાઈ કેશવાલ, સુબેદાર છોટુભાઈ ચુડાસમા, જેલ સહાયક ભરતભાઈ ખાંભરા, જેલ સહાયક હરપાલસિંહ સોલંકી અને જેલ સહાયક રાજદીપસિંહ ઝાલાની અટકાયત કરાઈ છે. જાન્યુઆરી 2020થી જુન 2020 દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાવાના 11 જેટલા બનાવો બન્યા હતા. પોલીસે 15 જેટલા આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular