મેંદરડા નજીક વીજપોલ સાથે કાર અથડાતા પાંચના મોત: બે ગંભીર

0
31

જૂનાગઢ-મેંદરડા રોડ પર આવેલા ગાંઠીલા ચોકડી નજીક નવાગામ પાસે વીજ થાંભલા સાથે જી.જે.૧૧સીડી. ૦૦૦૧ નંબરની ફોર્ડ એન્ડેવરકાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બે યુવતી અને ત્રણ યુવકના ઘટના સાથે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતમાં ઘવાયેલા બેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના કોલેજીયન યુવક-યુવતીઓ સાસણ ફરવા માટે ગયા હતા. વહેલી સવારે સાત યુવક-યુવતીઓ જૂનાગઢ પરત આવી રહ્યા હતા ત્યારે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો.

અકસ્માતમાં બે યુવતી અને ત્રણ યુવકના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અને બે ગંભીર રીતે ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા વંથલી પી.એસ.આઇ. ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દવેભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતકની ઓળખ મેળવવા તપાસ કરી હતી.

પાંચેયના ખિસ્સામાંથી ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના મળી આવેલા ડોક્યુમેન્ટના આધારે મૃતકો જૂનાગઢના એઝાઝ ફિરોજભાઇ ચંદાણી નામના ૧૯ વર્ષના મીર યુવાન અને તેનો પિતરાઇ ઇશાન સલીમભાઇ ચંદાણી (ઉ.વ.૨૫), પાયલ વિનોદભાઇ લાઠીયા (ઉ.વ.૨૦), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉ.વ.૨૪) અને કુંજન પ્રદિપગીરી બાવાજી (ઉ.વ.૨૦) હોવાનું બહાર આવ્યું છે. સુનિલ સોલંકી (ઉ.વ.૨૪) અને સમન સલિમ મીર (ઉ.વ.૧૫) ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કારયા છે. મૃતક પાંચ પૈકી બે પિતરાઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે જૂનાગઢ ખાતે રહેતા મૃતકના પરિવારને અકસ્માતના બનાવની જાણ કરતા તેઓ નવાગામ ખાતે દોડી ગયા હતા અને પોતાના આશાસ્પદ પુત્ર અને પુત્રીના મૃતદેહ જોઇ પોતાના પર આભ તુટી પડયું હોય તેમ ચોધાર આશુએ રડી પડતા ગમગમીની છવાઇ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here