Sunday, February 25, 2024
Homeજામનગરની સગીરા પર સામૂહિક દુષ્કર્મમાં પાંચ આરોપીને આજીવન કેદની સજા
Array

જામનગરની સગીરા પર સામૂહિક દુષ્કર્મમાં પાંચ આરોપીને આજીવન કેદની સજા

- Advertisement -

જામનગર: જામનગરની સગીરા પર સામૂહીક દુષ્કર્મ કેસમાં અદાલતે પાંચેયને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે દંડમાંથી ભોગ બનનારને રૂ.50000 વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કેસમાં 59 દસ્તાવેજી પુરાવા,12 સાક્ષી તપાસ્યા હતાં.જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં રહેતી સગીરા તા. 1-4-2016ના ખીમરાજ ભાયાભાઈ ગઢવીના સંપર્કમાં આવતા અવાર નવાર બંને ફોન પર વાતો કરતા હતાં. આ દરમિયાન સગીરા ગત તા.1 એપ્રિલ 2016ના દ્વારકા દાદીના ઘેર ગઇ હતી. જ્યાં પિતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો. આથી સગીરા દ્વારકાથી ખાનગી વાહનમાં નીકળી હતી અને ખીમરાજને કોલ કરી પોતાને લઈ જવાનું કહેતાં ખીમરાજે મેઘપર પાસે ઉતરી જવાનું કહ્યું હતું.

ખીમરાજે છરીથી પગમાં ઇજા પહોંચાડી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું

સગીરા મેઘપર તેની રાહ જોઈને ઉભી હતી ત્યારે કાર લઈને આવેલા ખીમરાજે પાછળ બેસવાનું કહી મિત્ર હરજુગ પાલાને કાર ચલાવવાનું કીધુ હતું. માર્ગમાં ખીમરાજે સગીરા સાથે અડપલા કરી ખોડીયાર કોલોનીમાં આવેલા સાવન જેંતીભાઈ હીંગરાજીયાના મકાનમાં લઇ ગયો હતો. જ્યાં પ્રથમ હરજુગે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા પછી ખીમરાજે છરી બતાવી દુષ્કર્મની માંગ કરી હતી. પરંતુ સગીરાએ ઈન્કાર કરતાં ખીમરાજે છરી વડે સગીરાના પગમાં ઈજા પહોંચાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મકાન માલીક સાવન જેંતીભાઈએ પણ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. તેમજ સગીરાના બિભત્સ ફોટા પાડી કોઈને વાત નહીં કરવાનું જણાવ્યું હતું. ત્યાર પછી ખીમરાજે પોતાના મિત્ર હીમાંશુ કમલેશને સગીરાને સોંપી હતી. આથી હીમાંશુ તથા તેનો મિત્ર સાજણ અમજલ સગીરાને રાવલસર ગામે મકાનમાં લઈ જઇ તેણી પર બંનેએ દુષ્કર્મ ગુજાર્યું હતું.

દરેક આરોપીને 25 હજારનો દંડ અને આજીવન કેદ

બનાવ અંગે પોલીસે પાંચેય આરોપી સામે ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે પોક્સો અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ વજાણીએ કરેલી રજૂઆતો, 59 દસ્તાવેજી પુરાવાઓ તથા 12 સાક્ષીઓની જુબાની ધ્યાને લઇ ન્યાયાધીશ પી.સી. રાવલે તમામને આજીવન કેદ તથા રૂ. 25000 નો દંડ તથા દંડમાંથી ભોગ બનનારને રૂ.50000નું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular