વિક્રોલીમાં એરફોર્સની બસને અકસ્માત નડતા પાંચ જણને ઇજા

0
4

વિક્રોલીમાં એરફોર્સની બસને અકસ્માત નડતા પાંચ જણને ઇજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

થાણે એરફોર્સ સ્ટેશનની બસમાં અંદાજે ૨૪ જણ પ્રવાસ કરી રહ્યા હતા.

ઝોન-૭ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રશાંત કદમે જણાવ્યું હતું કે ‘વિક્રોલીમાં આજે અકસ્માત થયો હતો. બસમાં કદાચ તાંત્રિક ખામી સર્જાતા ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક માર્યું હતું. આથી પાંચ પ્રવાસી જખમી થયા હતા. ઇજાગ્રસ્તમાં આઠથી દસ વર્ષીય બાળકીનો સમાવેશ છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ તપાસ માટે પહોંચી ગઈ હતી. તેઓ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આરટીઓ દ્વારા બસની તપાસણી કરવામાં આવશે. ત્યાર બાદ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here