રાજકોટ : રતનપરનાં પંચદેવી મંદિરમાં બુકાનીધારી 5 શખ્સોએ પૂજારી દંપતીને માર મારી દાગીનાં-રોકડની લૂંટ ચલાવી

0
0

રાજકોટ:રતનપરનાં પંચદેવી આશ્રમમાં પાંચ બુકાનીધારીઓ ત્રાટકી મહંત દંપતીને માર મારી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. મહંતને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે કુવાડવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે.

મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસમાંથી મળતી વિગત અનુસાર રાજકોટની ભાગોળે રતનપર ગામે આવેલા માળી સમાજના પંચદેવી આશ્રમમાં મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પાંચ બુકાનીધારી શખ્સો ત્રાટક્યા હતા. આશ્રમમાં છેલ્લા બે વર્ષથી પૂજા-અર્ચના કરતા અને આશ્રમમાં રહેતા મહંત સુરેશદાસ હિંમતરાય નિમાવત (ઉ.વ.56) સુઇ ગયા હતાં. જ્યારે તેમના પત્ની મધુબેન સુરેશદાસ નિમાવત જાગતા હતા. તે સમયે પાંચ બુકાનીધારીઓએ આવી મધુબેન નિમાવતનું મોઢુ દબાવી માર માર્યો હતો અને મધુબેને પહેરેલ સોનાનાં બુટીયા, બે ચાંદીની માળા, સાંકળુ, મોબાઈલ અને રોકડ સહિતના મુદામાલની લૂંટ ચલાવી હતી. દરમિયાન મહંત સુરેશધામ નિમાવત જાગી જતા તેમને પણ લાકડી વડે માર માર્યો હતો.

પાંચ લૂંટારૂઓએ દંપતીને માર મારી લૂંટ ચલાવી
મહંત દંપતીને બેફામ માર મારી દાગીના અને રોકડ રૂપિયાની લુંટ ચલાવનાર પાંચેય બુકાનીધારીઓ આશ્રમમાં હાથફેરો કરે અને દંપતીને વધુ માર મારે તે પહેલા જ મહંત સુરેશદાસ નિમાવત મંદિરમાંથી કૂદીને પાડોશમાં રહેતા ગંભીરસિંહની વાડીએ દોડી ગયા હતા. મહંત લોકોને ભેગા કરશે તેવી દહેશતે પાંચેય બુકારીધારી શખ્સો નાસી ગયા હતા. ભાગવા જતા પડી જતા અને બુકાનીધારીઓએ માર મારતા મહંત સુરેશદાસ નિમાવતને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ નિરિક્ષણ કરી બુકાનીધારી ગેંગનું પગેરુ મેળવવા તપાસનો દૌર શરૂ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here