Saturday, April 20, 2024
Homeએક્ટર રાહુલ બોસને બે કેળાં માટે 442 રૂપિયા ચાર્જ કરવા બદલ ફાઈવ...
Array

એક્ટર રાહુલ બોસને બે કેળાં માટે 442 રૂપિયા ચાર્જ કરવા બદલ ફાઈવ સ્ટાર હોટેલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: થોડા દિવસ પહેલાં એક્ટર રાહુલ બોસ ચંદીગઢમાં શૂટિંગ કરી રહ્યો હતો. તે ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયો હતો જ્યાં હોટેલ સ્ટાફે તેને બે કેળાંના ઓર્ડર પર જીએસટી સાથે 442.50 રૂપિયાનું બિલ આપ્યું હતું. આ આખી ઘટના અંગે રાહુલે ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો ઘણો વાઇરલ થયો હતો. આ બાબતે ચંદીગઢના ડેપ્યુટી કમિશ્નર તથા ટેક્સ કમિશ્નર મનદિપ સિંહ બરારે એક્શન લેવાનું પણ જણાવ્યું હતું. હવે લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ફાઈવ સ્ટાર હોટેલને 25,000 રૂપિયા પેનલ્ટી રૂપે ભરવા પડશે. હોટેલે રાહુલને બે કેળા માટે વધુ પૈસા ચાર્જ કર્યા તે બદલ આ પેનલ્ટી ભરવાની રહેશે.

કડક પગલાં 
યુટી એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટની ટીમે હોટેલના વેચાણ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ્સ સીઝ કરી દીધા છે. ટીમ તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરશે કે તેઓ યોગ્ય ટેક્સ ચાર્જ કરતા હતા કે નહીં. ઓફિસરે જણાવ્યું કે, અમે આ ઉલ્લંઘનનું દરેક એન્ગલથી ચેકિંગ કરી રહ્યા છીએ અને હોટેલ ઓથોરિટી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

ટીમે એવું પણ જણાવ્યું કે, ફ્રેશ ફ્રૂટ ટેક્સ ફ્રી આઇટમ્સ હેઠળ આવે છે અને હોટેલે આ નિયમ તોડ્યો છે. આસિસ્ટન્ટ એક્સાઇઝ એન્ડ ટેક્સેશન કમિશ્નર આરકે ચૌધરીએ જણાવ્યું કે, તેની ટીમે હોટેલ ઓથોરિટીને વધુ ભાવના ફ્રૂટ બાબતે રિપ્લાય આપવા કહ્યું છે.

આ છે આખી સ્ટોરી 
રાહુલે ફાઈવ સ્ટાર હોટેલના રૂમમાં બે કેળાં ઓર્ડર કર્યા હતા જેનું બિલ જીએસટી સાથે 442.50 રૂપિયા હતું. તેણે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ‘તમારે વિશ્વાસ કરવા માટે આ જોવું જોઈએ. કોણ કહે છે કે ફળ તમારી હયાતી માટે નુકસાનકારક નથી?’ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, ‘હું આ ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયો છું જ્યાં તેઓ ચોકલેટ કૂકીઝ જેવી ઘણી વસ્તુઓ ફ્રીમાં આપે છે. પણ હું જીમમાં હતો ત્યારે મેં બે કેળાં ઓર્ડર કર્યા. હોટેલ સ્ટાફે મને કેળાં આપ્યા છે અને આ છે તેનું બિલ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular