Friday, August 6, 2021
Homeમુંબઈ : શ્રમિક સ્પેશિયલ ટ્રેન પકડવા માટે બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર 5...
Array

મુંબઈ : શ્રમિક સ્પેશિયલ ટ્રેન પકડવા માટે બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર 5 હજાર લોકો પહોંચ્યાં, રજિસ્ટ્રેશન એક હજારનું હતું; પોલીસે લાઠીચાર્જ કર્યો

મુંબઈ. મુંબઈના બાન્દ્રા સ્ટેશનની બહાર મંગળવારે સવારે 10-11 વાગ્યે શ્રમિક સ્પેશિયલ ટ્રેન પકડવા માટે 5,000થી વધુ લોકો એકઠા થઈ ગયા હતા. જે ટ્રેન ઉપડવાની હતી, તેના માટે એક હજાર લોકોનું જ રજિસ્ટ્રેશન હતું. સ્ટેશનની બહાર સતત વધી રહેલી ભીડને સંભાળવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે તમામ મજૂરોને ત્યાંથી હટાવ્યા હતા. માહિતીના જણાવ્યા મુજબ શ્રમિક સ્પેશિયલ ટ્રેન  મુંબઈથી બિહાર જઈ રહી હતી. આ દરમિયાન મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની અવગણના કરી હતી.

બપોર સુધી સ્ટેશનની બહાર અફરાતફરીનો માહોલ છે. પોલીસ સતત લોકોને ઘરે જવા માટે અપીલ કરી રહી છે. સ્ટેશને પહોંચેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ છે. આસપાસના પોલીસ સ્ટેશનમાંથી પણ વધારાની ફોર્સને ઘટના સ્થળે બોલવવામાં આવી છે.

અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી

એક મહીના પહેલા પણ મુંબઈના બાંદ્રા સ્ટેશનની બહાર હજારો લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઘરે મોકલવાની માંગ કરી હતી. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડવા પડ્યા હતા. આ મામલામાં ભીડને ઉશ્કેરવાના આરોપમાં એક પત્રકાર સહિત 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો.

20 લાખ મજૂરોએ ઘરે પરત ફરવા માટે અરજી કરી હતી

રાજ્યમાં 20 લાખ એવા મજૂરો છે, જે તેમના પોતાના  રાજ્યોમાં જવાની કોશિશ કરી રહ્યાં છે. મોટાભાગના ઉતર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના છે. અત્યાર સુધીમાં લગભગ 3 લાખ મજૂરોને મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્યમાં મોકલ્યા છે. આ મજૂરોનો કોઈ રેકોર્ડ નથી જે વાહનથી કે ચાલતા જતા રહ્યાં. તેની પુષ્ટિ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ તરફથી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments