ધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

0
5

જૈનોની તપોભૂમિગણાતા પાટણ શહેરમાં જૈન સંપ્રદાયના અનેકવિધ પ્રાચીન અને અર્વાચીન દેરાસરો જૈન સમુદાયના લોકો માટે પૂજનીય બની રહ્યાં છે. ત્યારે શહેરના જનતા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર આવેલી ભારતી સોસાયટીના શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સત્યસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં 54મો ધ્વજા રોહણ કાર્યક્રમ પાર્શ્વનાથના જ્યધોષ સાથે કરવામાં આવ્યો હતો.

પ્રસંગ મુનીશ્રી સત્યસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં યોજવામાં આવ્યો
પાટણની ભારતી સોસાયટીમાં આવેલા શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ જીનાલયની આજથી વર્ષો પૂર્વે જૈનોના મહામુનિના વરદહસ્તે સ્થાપના કરવામાં આવી હતી. પ્રતિવર્ષે જ્યેઠ સુદ ત્રીજના દિવસે જીનાલયની વર્ષગાંઠ મનાવવામાં આવે છે. ત્યારે આજે જીનાલયના 54માં મંગલ પ્રવેશ પ્રસંગે ધ્વજારોહણનો દિવ્ય પ્રસંગ મુનીશ્રી સત્યસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો.

શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી
આ પ્રસંગે યજમાન પરીવાર ધર્મેશ સેવંતીલાલ પટવા દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મુનિસાહેબના વેદમંત્રો સાથે યજમાન પરીવાર સહિત સૌ કોઇ જનસમુદાયના લોકોએ જનાલયની પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ શુભમુહૂતમાં જીનાલયના શિખર પર શંખેશ્વર પાર્શ્વનાથના જયઘોષ સાથે ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here