- Advertisement -
ભાજપ સદસ્યતા અભિયાન વચ્ચે લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો થયો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યાં છે.
રાજ્યમાં એક તરફે ભાજપમાં સદસ્યતા અભિયા ચાલી રહ્યું છે, તેવામાં કલોલમાં લાફાકાંડની ઘટનાના પડઘા પડી રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે. જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યાં હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપના બે જૂથ વચ્ચે બબાલ
કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની કચેરી ખાતે થોડા દિવસ પહેલા ભાજપના બે જૂથ વચ્ચે ઓફીસમાં બબાલ થતા લાફાવાળી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય બકાજી ઠાકોર સામે નારાજગી હોવાથી તેની અસર રાજીનામા સુધી પહોંચી છે.