ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં છબરડો, સરિતાને બદલે વનિતા ગાયકવાડ નામ લખાયું

0
0

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ મંડળની ઘોર બેદરકારી, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં જોવા મળી મોટી ભૂલ.

 

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં છબરડો સામે આવ્યો છે. સરિતા ગાયકવાડની જગ્યા વનિતા ગાયકવાડ નામ લાખાયું છે. ડાંગની દોડવીર સરિતાને બદલે ફોટો પણ વનિતાનો છપાયો છે.

સરિતા ગાયકવાડ એક આંતરરાષ્ટ્રીય એથલીટ છે એમને ભરાત દેશનું નામ વિશ્વ કક્ષાએ ઝળહળતું કર્યું છે. ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાન પુસ્તકના પ્રકરણ 16માં એકમ જાતિગત ભિન્નતામાં સરિતા ગાયકવાડનું નામ વનિતા ગાયકવાડ અને સરિતાનો ફોટો પણ ખોટો મુકવામાં આવ્યો છે.

લાગે છે કોરોનાની ગંભીર અસર ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ પર થઈ છે. શિક્ષણના નામે મોટી મોટી વાતો કરતા શિક્ષણમંત્રી અને નિયામક રાવ શું કરે છે ડાંગના સામાજિક આગેવાનોમાં ભારે રોષની લાગણી આ ઘટનાથી ફેલાય રહી છે સરિતા ગાયકવાડના ફેસબુક પેજ પર પણ નિંદા સાથે એમના મિત્રોએ આ પોસ્ટ મૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here