હવે EMIથી ફ્લાઈટની ટિકિટ બુક કરાવી શકાશે, ફ્લિપકાર્ટે બુકિંગ ફરીથી શરૂ કર્યું

0
13

ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ દ્વારા હવે તમે હવાઈ મુસાફરી માટે ટિકિટ બુક કરી શકશો. કંપનીએ પોતાનું ફ્લાઈટ બુકિંગ પોર્ટલ લાઈવ કરી દીધું છે. ફ્લિપકાર્ટ ફ્લાઈલ સર્વિસમાં યુઝર્સ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી શકે છે. કંપનીનો દાવો છે કે, પોર્ટલ સસ્તી ફ્લાઈટ ટિકિટ આપવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે.

યુઝર્સ EMIની સાથે ટિકિટ બુક કરાવી શકે છે

યુઝર્સ EMIની સાથે ટિકિટ પણ બુક કરાવી શકે છે, જેના માટે ટિકિટ બુકિંગ સમયે માત્ર 10% રકમ ચૂકવવાની રહેશે. બાકી રકમની ચૂકવણી તમે હપ્તામાં કરી શકશો. તે ઉપરાંત ફ્લિપકાર્ટના નિયમિત યુઝર્સ ટિકિટ બુકિંગમાં તેમના સુપર કોઈન્સનો ઉપયોગ પણ કરી શકશે. તેનાથી ટિકિટની કિંમત ઓછી થઈ જશે. જો કોઈ યુઝરની પાસે ફ્લિપકાર્ટ સુપર કોઈન્સની સંખ્યા વધારે છે, તો તે મફતમાં મુસાફરી કરી શકશે. તેમજ FLYTWO કૂપન કોડનો ઉપયોગ કરીને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

ઘણી ઓફર મળશે

ફ્લિપકાર્ટ પોર્ટલથી ફ્લાઈટ બુક કરવા પર કંપની ઘણી ઓફર આપી રહી છે. પહેલી વખત આ પોર્ટલથી ટિકિટ બુક કરાવનાર ગ્રાહક FKNEW10 કૂપનનો ઉપયોગ કરીને ટિકિટ પ્રાઈસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. તેમજ FKDOM કૂપન કોડથી ડોમેસ્ટિક ફ્લાઈટ પર 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તે ઉપરાંત ફ્લિપકાર્ટ રાઉન્ડ ટ્રિપના બુકિંગ પર RNDTRIPનો ઉપયોગ કરીને 600 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકાશે. તેમજ FLYTWO કૂપન કોડનો ઉપયોગ કરીને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

આ રીતે બુક કરાવો ફ્લાઈટ ટિકિટ

  • ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલાં www.flipkart.com/travel/flights વેબસાઈટ પર જવાનું રહેશે, જ્યાં તમને ફ્લાઈટ બુકિંગનો ઓપ્શન દેખાશે.
  • પોર્ટલના ટોપ પર તમને One way અને  Round Tripનો ઓપ્શન દેખાશે. તેની નીચે સર્ચ ફ્લાઈટ ટિકિટ દેખાશે.
  • યુઝર ફ્લાઈટ સર્ચ પેજ પર ક્યાંથી ક્યાં જવા માગે છે અને કઈ તારીખે જવા માગે છે. તે તમામ જાણકારી ભરીને ફ્લાઈટ સર્ચ કરી શકો છો.
  • ત્યારબાદ તમને ઘણી કંપનીઓની ફ્લાઈટ દેખાશે. તમે તમારા હિસાબથી અહીંથી ટિકિટ બુક કરાવી શકો છો.