Tuesday, October 26, 2021
HomeFlipkart અને Amazon સેલનો ફાયદો મોંઘેરા મહેમાન જેમ લઈ લો, બંધ થવામાં...
Array

Flipkart અને Amazon સેલનો ફાયદો મોંઘેરા મહેમાન જેમ લઈ લો, બંધ થવામાં થોડા જ દિવસો….

આવનારા સમયમાં તમને ઓનલાઈન સેલનું ઓપ્શન નહી મળે અને ના કેશબેક અને બંપર ડિસ્કાઉન્ટનો ફાયદો પણ નહી ઉઠાવી શકો. સરકારે ફ્લિપકાર્ટ, એમેજોન જેવી ઈ-કોમર્સ કંપનીઓને લઈ નવો નિયમ જાહેર કર્યો છે, જેના કારણે હવે કોઈ પણ કંપની પોતાના ગ્રાહકોને વિશેષ રાહત નહી આપી શકે. એવામાં કેશબેક, એક્સક્લૂજીવ સેલ અથવા કોઈ પોર્ટલ પર એક બ્રાંડનું લોન્ચ, અમેજોન પ્રાઈમ અને ફ્લિપકાર્ટ એશ્યોર્ડ જેવી ડિલ્સ અથવા કોઈ પ્રકારની ખાસ સેવા આપવામાં કંપનીઓને પરેશાની થઈ શકે છે.

સરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)વાળી ઈ-કોમર્સ કંપનીઓ માટે નીયમો કડક કરી દીધા છે. હવે ફ્લિપકાર્ટ અને અમેજોન જેવી ઓનલાઈન કપંનીઓ બજારમાં તે કંપનીઓના ઉત્પાદન નહી વેંચી શકે, જેમાં તેમની ભાગીદારી હોય. આ સિવાય સરકારે ઓનલાઈન બજારનું પરિચાલન કરનારી કંપનીઓ પર ઉત્પાદનોની કિંમત પ્રભાવિત કરતા કોન્ટ્રાક્ટ પર પણ રોક લગાવી દીધી છે. જેથી તે કોઈ યુનિટ સાથે તેમના કોઈ ઉત્પાદનને માત્ર પોતાના પ્લેટફોર્મ પર વેચવાનો કોન્ટ્રાક્ટ નહી કરી શકે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઓનલાઈન જથ્થાબંધ બિઝનેસમાં એફડીઆઈ વિશે સંશોધિત નીતિમાં કહ્યું કે, આ કંપનીઓએ પોતાના તમામ વેન્ડરોને કોઈ પમ ભેદભાવ વગર સામાન સેવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. મંત્રાલયે કહ્યું કે, સંશોધિત નીયમનું લક્ષ્ય ઘરેલુ કંપનીઓને તે ઈ-કંપનીઓથી બચાવવાની છે, જેમની પાસે એફડીઆઈ દ્વારા મોટી પૂજી ઉપલબ્ધ છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ પગલાથી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કિંમતોને પ્રભાવિત કરવા પર પૂરી રીતે લગામ લાગશે. આનાથી ઈ-કોમર્સ કંપનીઓના મામલામાં એફડીઆઈ દિશાનિર્દેશનું સારી રીતે ક્રિયાન્વયન પણ સુનિશ્ચિત થશે. નીતિ અનુસાર, કોઈ પણ વેન્ડર વધારેમાં વધારે 25 ટકા ઉત્પાદનોને જ કોઈ એક ઓનલાઈન માર્કેટપ્લેસ દ્વારા વેંચી શકશે. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું કે, ઈ-કોમર્સ કંપનીકોઈ પણ વિક્રેતાને પોતાની કોઈ ઉત્પાદન માત્ર પોતાના મંચ પર જ વેચવા માટે દબાણ નથી કરી શકતી. આ નિયમને 1 ફેબ્રુઆરી, 2019થી લાગુ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments