વહેતા મૃતદેહોનો કેસ : એનએમસીજીએ કેન્દ્ર, બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારોને નોટિસ ફટકારી

0
8

ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાં સતત વહેતા મૃતદેહોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. અહેવાલો અનુસાર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ પણ આ બાબત ધ્યાનમાં લીધી છે. તેણે કેન્દ્ર, બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારોને નોટિસ ફટકારી છે, જ્યારે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (એનએમસીજી)એ મૃતદેહોના મામલાને કોરોના પ્રોટોકોલનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.

એમ કહેવામાં આવે છે કે એનએચઆરસીએ કેન્દ્ર, બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારો પાસેથી ચાર અઠવાડિયાંમાં જવાબ માગ્યા છે. તેમને પૂછવામાં આવ્યું છે કે ગંગામાં મૃતદેહ વહેતા હોવાના કિસ્સામાં તેણે અત્યારસુધીમાં શું પગલા ભર્યા છે એ જણાવો? બીજી તરફ, રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા અભિયાન સાથે સંકળાયેલી કેન્દ્રીય સંસ્થા એનએમસીજીએ સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો.

એનએમસીજીના ડિરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રાએ તેમાં લખ્યું છે કે ‘ગંગામાં મૃતદેહો અથવા હાડપિંજર ફેંકી દેવાં એ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. આ માત્ર ન તો નદીને જ પ્રદૂષિત બનાવે છે, પરંતુ ગંગાના કાંઠે શહેરોમાં, ગામના લોકોમાં પણ સંક્રમણનું જોખમ વધે છે. આને રોકવા તાત્કાલિક જરૂરી પગલાં ભરવાં જોઈએ.’ પત્ર બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવોને લખવામાં આવ્યો છે. ગંગા આ રાજ્યોમાંથી પસાર થાય છે.

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાંથી ગંગાના કિનારે રેતીમાં દફન કરેલા મૃતદેહો મળ્યા, તપાસના આદેશ
ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ગંગાના કાંઠે રેતીમાં દટાયેલા મૃતદેહોની તસવીર સામે આવી છે. આ તસવીરો જિલ્લાના શુક્લાગંજ હાજીપુરના રૌતાપુર ગંગા ઘાટની છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં કબરો ઉપર રંગીન કાપડ અને માળા-ફૂલો જોવા મળે છે. કેટલીક કબરોમાંથી રેતી દૂર થવાને કારણે સડેલા મૃતદેહો નજરે પડી રહ્યા છે.

તેમની પાસે રખડતા કૂતરા પણ ફરતા જોવા મળ્યા. ઉન્નાવના જિલ્લા કલેકટર રવીન્દ્ર કુમારે કહ્યું હતું કે ‘અમે અમારી ટીમને ઘટનાસ્થળે મોકલી છે. નદીથી દૂર રેતીમાં કબરો મળી આવી છે. અન્ય વિસ્તારોમાં પણ મૃતદેહોની શોધ કરવામાં આવી રહી છે. મેં તપાસ માટે કહ્યું છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે. ‘

અન્ય એક અધિકારીએ કહ્યું, “જો આપણે આ મૃતદેહોને કબરમાંથી કાઢીશું તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે.” અમે જોઈશું કે વધુ સારું શું કરી શકાય. અટકાવવા છતાં પણ એક મહિનામાં ગંગાના કાંઠે 400 જેટલા મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ ગંગાના કિનારે દેખરેખ વધારી દેવામાં આવી
ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગંગામાં તરતા મૃતદેહો મળતાં અને કેન્દ્ર તરફથી મળેલા પત્ર બાદ પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ ગંગાના કિનારે દેખરેખ વધારી દેવામાં આવી છે. રાજ્ય વહીવટીતંત્રે નિર્દેશ આપ્યો છે કે બહાર આવતા મૃતદેહોને દૂર કરવા અને રીતિ-રિવાજો અને પ્રોટોકોલ સાથે અંતિમસંસ્કાર કરવા જોઈએ. ઝારખંડના રાજમહેલમાંથી ગંગા બંગાળના માનિકચક બ્લોકમાં પ્રવેશ કરે છે. અહીંની નદીનો પટ ખૂબ જ પહોળો છે, તેથી દેખરેખ કરવા માટે વિસ્તારમાં નૌકાઓ લગાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here