આસામનું પુર કેટલું ખતરનાક : 33માંથી 30 જિલ્લામાં પુર, ગોવા જેટલી ખેતીની જમીન તો પુરમાં ખરાબ થઈ ગઈ; દર વર્ષે 200 કરોડનું નુકસાન

0
0

નવી દિલ્હી. ચાના બાગો માટે જાણીતું આસામ આ વર્ષે પણ પાણીમાં ડૂબી રહ્યું છે. અહીં 33માંથી 30 જિલ્લાઓ પુરના પાણીમાં ડુબ ગયા છે. ગૃહ મંત્રાલય પાસે 15 જુલાઈ સુધીના ડેટા ઉપલબ્ધ છે. તે મુજબ અહીં 22 મેથી લઈને 15 જુલાઈ સુધી 4 હજાર 766 ગામ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

48.07 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 1.28 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને રિલીફ કેમ્પમાં રહેવા મજબૂર છે. જ્યારે 92 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આસામને દર વર્ષે પુરનો સામનો કરવો જ પડે છે. આંકડો મુજબ પહેલા પુર 4-5 વર્ષમાં એકાદ વખત પુર આવતું હતું. જોકે છેલ્લા થોડા વર્ષોથી પુર દર વર્ષે આવવા લાગ્યું છે.

આસામમાં દર વર્ષે પુર શાં માટે આવે છે ? તે સમજવા માટે પહેલા અહીંની જિયોગ્રાફી સમજવી જરૂરી છે.

સમગ્ર આસામ નદીના ઘાટ પર જ છે

આસામ દેશનું એવું રાજ્ય છે, જે નદીના ઘાટ પર જ છે. તેનો કુલ એરિયા 78 હજાર 438 વર્ગ કિમી છે. તેમાંથી 56 હજાર 194 વર્ગ કિમી બ્રહ્મપુત્ર નદીની ઘાટીમાં છે. બાકીનો વિસ્તાર 22 હજાર 244 વર્ગ કિમી બરાક નદીની ઘાટીમાં છે.

એટલું જ નહિ રાષ્ટ્રીય પુર પંચના જણાવ્યા મુજબ અાસામનો કુલ 31 હજાર 500 વર્ગ કિમીનો હિસ્સો પુરથી પ્રભાવિત છે. એટલે કે અસમનો જેટલો એરિયા છે, તેનો લગભગ 40 ટકા હિસ્સો પુરથી પ્રભાવિત છે. જ્યારે  સમગ્ર દેશમાં 10.2 ટકા હિસ્સો પુરથી પ્રભાવિત  છે.

બ્રહ્મપુત્ર નદીના કવર એરિયામાં વધારો

આસામમાં બ્રહ્મપુત્ર અને બરાક બે પ્રમુખ નદીયો છે. આ બે સિવાય તેમની 48 સહાયક નદીઓ અને ઘણી નાની-નાની નદીઓ છે. આ કારણે અહીં પુરનો ખતરો વધુ છે.

બહ્મપુત્ર નદીનો કવર એરિયા પણ સતત વધી રહ્યો છે. અસમ સરકારે 1912થી 1928ની વચ્ચે સર્વે કર્યો હતો, ત્યારે  બ્રહ્મપુત્ર નદી રાજ્યના 3 હજાર 870 વર્ગ કિમી એરિયાને કવર કરી રહી હતી. વર્ષ 2006માં જ્યારે સર્વે થયો તો બ્રહ્મપુત્ર નદીનો કવર એરિયા વધીને 6 હજાર 80 વર્ગ કિમી થઈ ગયો.

આ સિવાય નદીની સરેરાશ પહોંળાઈ 5.46 કિમી છે. જોકે કેટલીક જગ્યાએ તેની પહોંળાઈ 15 કિમી કે તેનાથી પણ વધુ છે.

ગોવા જેટલું મોટું છે, એટલી ખેતીની જમીન તો પુરમાં બરબાદ થઈ ગઈ

આસામ સરકારના પર્યાવરણ મંત્રાલયો સપ્ટેમ્બર 2015માં એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 1954થી 2015ની વચ્ચે પુરના કારણે અાસામમાં 3 હજાર 800 વર્ગ કિમી ખેતીની જમીનનો નાશ થય છે. એટલે કે 61 વર્ષમાં પુરના કારણે જેટલી ખેતીની જમીન બરબાદ થઈ છે, તે ગોવાના વિસ્તારથી પણ વધુ છે. ગોવાનો એરિયા 3 હજાર 702 વર્ગ કિમી છે.

ખેતીની જમીનને નુકસાન થવાને કારણે અહીંના લોકોની રોજીરોટી પર પણ અસર પડે  છે. સરકારના આંકડાઓ જણાવે છે રાજ્યની 75 ટકાથી વધુ વસ્તી ખેતી અથવા તો પછી ખેત મજૂરી પર જ નિર્ભર છે.

અહીં પુરના કારણે લોકોને ખેતી સિવાય પોતાનું ઘર પણ છોડવાનો વારો આવ્યો છે. સંખ્યાબંધ ગામોમાં વિનાશ થયો છે. 2010થી 2015ની વચ્ચે 880 ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા. આ 5 વર્ષ દરમિયાન 36 હજાર 981 પરિવારોના ઘરનો પણ નાશ થયો હતો.

દર વર્ષે 200 કરોડ રૂપિયાનું નુકસાન 

આસામ સરકારના 2017-18ના આર્થિક સર્વે મુજબ 1954,1962, 1972, 1977, 1984, 1988, 1998, 2002 અને 2004માં રાજ્યએ ભયંકર પુરનો સામનો કર્યો છે. જોકે ત્યાર પછી પણ દર વર્ષે લગભગ ત્રણથી ચાર વખત આસામમાં પુર આવે છે.

આંકડા મુજબ દર વર્ષે પુરના કારણે અાસામને 200 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. 1998ના પુરમાં રાજ્યને 500 કરોડ અને 2004માં 771 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આસામમાં દર વર્ષે પુર શાં માટે આવે છે  ? 4 કારણો

1. રહેવા માટે જગ્યા ઓછીઃ નદીની ઘાટીમાં આસામ આવેલું હોવાથી અહીં રહેવાની જગ્યા ખૂબ જ ઓછી છે. અહીં ચાના બગીચાઓ છે, જે ઉંચાણ ધરાવતા વિસ્તારોમાં છે. નીચાણવાળા કેટલાક વિસ્તારો નદીમાં છે તો કેટલાક જગલમાં છે. અહીં થોડોક જ વિસ્તાર રહેવા લાયક છે. તેમાં પણ લોકો ખેતી કરે છે.

2. સામાન્યથી વધુ વરસાદઃ બ્રહ્મપુત્ર બેસિનના કારણે અહીં દર વર્ષે સામાન્યથી 248 સેમીથી 635 સેમી વધુ વરસાદ થાય છે. ચોમાસામાં અહીં દર કલાકે 40 મિમીથી વધુ વરસાદ થાય છે. કેટલાક  વિસ્તારોમાં તો એક જ દિવસમાં 500 મિમીથી વધુ વરસાદ પણ નોંધાયો છે.

3. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાથીઃ આસામ પહાડી વિસ્તાર છે. આ કારણે જ્યારે પણ અહીં વરસાદ થાય છે તો તે પાણી વહીને બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં આવે છે. આ કારણે પાણી નદીઓના કિનારાઓ પર વહેવા લાગે છે અને પુરનું કારણ બને છે.

4. ઓછા વિસ્તારમાં વધુ વસ્તીઃ 1940-41માં આસામના ઘણા જિલ્લાઓમાં બ્રહ્મપુત્રની ઘાટીમાં દર એક કિમીમાં 9થી 29 લોકો રહેતા હતા. જોકે હવે અહીં દર કિમીમાં 200થી વધુ લોકો રહે છે. આ કારણે ઘાટીમાં દર વર્ષે પુરની સમસ્યા વધી ગઈ છે.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here