ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત દુર્ઘટનાઓમાં 19નાં મોત: રાજ્યની અનેક નદીઓમાં પૂર

0
23

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે ત્યારે વરસાદ આધારિત દુર્ઘટનાઓમાં રાજ્યમાં કુલ 19 લોકોનાં મોત થયા છે. બીજી તરફ પાકિસ્તાને સતલજ નદીમાં પાણી છોડતા પંજાબના કેટલાક ગામો પાણીમાં ડૂબી ગયા છે.

દિલ્હીમાં યમુના નદીનું પાણી 205.33 મીટરના ખતરાના નિશાનથી નીચે ઉતરી ગયું છે. પાકિસ્તાને સતલજ નદીમાં પાણી છોડતા પંજાબની સરહદે આવેલા ફિરોઝેપુર જિલ્લા 17 ગામોમાં પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદને કારણે આ ગામો અગાઉથી જ પૂર અસરગ્રસ્ત હતાં.

ફિરોઝેપુરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે કે પાકિસ્તાને સતલજ નદીમાં કસુર વિસ્તારમાં પાણી છોડતા પાકિસ્તાન-ભારતની સરહદે આવેલા 17 ગામોને અસર થઇ છે. પંજાબના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર પૂરને કારણે રાજ્યમાં 4000 હેક્ટરમાં ખેતીના પાકને નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન સતલજ નદીના કિનારે આવેલા રૂપનગરમાં સાથી વધુ નુકસાન થયું છે.

પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે જણાવ્યું છે કે રાજ્યની તમામ નદીઓમાં કેનાલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર વર્લ્ડ બેંક અને એશિયન ડેવલોપન્ટ બેંકની ટેકનિકલ મદદ લેશે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ 19 લોકોના મોત થયા છે. અમેઠીમાં ત્રણ, રાયબરેલી, સોનભદ્ર અને મિરઝાપુરમાં બે-બે, સહરાનપુર, હમિરપુર, પ્રતાપગઢ, ફેતહપુર, બસ્તી અને અયોધ્યામાં એક-એક વ્યકિતનું મોત થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બલિયામાં ગંગા નદીનું પાણી કેટલાક ઘરોમાં ઘૂસી જતા લોકોને છત પર જવાની ફરજ પડી હતી. મથુરામાં યમુના નદી, પાલિયા કલનમાં શારદા, બારાબંકીમાં ઘાઘરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. છેલ્લા 24 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો.

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં વીજળી પડવાને કારણે બે મહિલાઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 47 વર્ષીય શરીફુન્નીસા પોતાના પશુ ચરાવી રહ્યાં હતાં ત્યારે તેમના વીજળી પડતા ઘટના સૃથળે જ તેમનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here