ચીનમાં પૂરથી પ્રકોપ : સિચુઆન રાજ્યમાં પૂરના કારણે 1200 વર્ષ જૂની 233 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમાને ખતરો, એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા

0
0

ચીનમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે. ચીનમાં હાલના દિવસોમાં પૂરના કારણે અનેક વિસ્તારો અસ્ત-વ્યસ્ત થઇ ગયા છે. દક્ષિણ -પશ્ચિમ ચીનમાં યાંગ્જી નદીમાં આવેલ પૂરના કારણે એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ભારે પૂરના કારણે સિચુઆનમાં 1200 વર્ષ જુની 233 ફૂટની બુદ્ધની પ્રતિમા સામે ખતરો બની રહ્યો છે.

સેન્ટ્રલ ચાઇનામાં થ્રી જ્યોર્જ ડેમમાં પાણીનું સ્તર વધતા દરવાજા ખોલવામાં આવ્યા છે.
(સેન્ટ્રલ ચાઇનામાં થ્રી જ્યોર્જ ડેમમાં પાણીનું સ્તર વધતા દરવાજા ખોલવામાં આવ્યા છે.)

 

બુદ્ધની પ્રતિમાને બચાવવા માટે પોલીસ અને સ્થાનિક લોકો મળીને રેતી ભરેલી થેલીઓ નાંખી રહ્યા છે, જેથી પાણીના વહેણને ધીમું પાડી શકાય અને પ્રતિમાને ધોવાણ થવાથી બચાવી શકાય. વર્ષ 1949 પછી પ્રથમવાર પૂરનું પાણી પ્રતિમાના પગની આંગળીઓ સુધી પહોંચ્યું છે. જો કે સિચુઆનમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે. બુદ્ધની પ્રતિમાના પગ ફરી દેખાઈ રહ્યા છે.

ચીનના ગંસૂમાં લોંગનાન શહેરના બિકોઉ વિસ્તારમાં ભરાયેલું પૂરનું પાણી. લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરાયું છે.
(ચીનના ગંસૂમાં લોંગનાન શહેરના બિકોઉ વિસ્તારમાં ભરાયેલું પૂરનું પાણી. લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરાયું છે.)

 

પૂરથી 25 અબજ ડોલરનું નુકશાન

ચીનના સત્તાવાર પીપલ્સ ડેઇલી ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ પૂરના કારણે ભૂસ્ખલનની પણ ઘટનાઓ બની છે. અહીંયા યુન્નાનમાં પાંચ લોકો લાપતા થયા છે. સિચુઆનના યિબિનમાં એક ચોક પર પાર્ક 21 કારો અચાનક રસ્તો ધસી પડવાના કારણે ખાડામાં પડી ગઈ હતી. પૂરમાં અત્યાર સુધીમાં ચીનમાં 200 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પૂરના કારણે 25 અબજ ડોલર ( 1876 અબજ રૂપિયા)નું નુકશાન થયું છે.

સિચુઆનના નેજિયાંગમાં લોકોને બચાવતી રેસ્ક્યુ ટીમ
(સિચુઆનના નેજિયાંગમાં લોકોને બચાવતી રેસ્ક્યુ ટીમ)

 

યાંગ્જી વોટર રિસોર્સ કમિશને મંગળવારે પૂરને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. યાંગ્જી નદીમાં વર્ષ 1981 બાદ સૌથી ભયાનક પૂર આવ્યું છે. ઐતિહાસિક શહેર સિયાકિકોના નીંચાણવાળા વિસ્તારોમાં છત સુધી પાણી ભરાઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here