હિંમતનગર ખાતે મહાત્મા ગાંધી ના જન્મ જયંતી નિમિત્તે પ્રતીમા ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા

0
0

રાષ્ટ્રીય કરણી સેના દ્વારા મહાત્મા ગાંધી ને ફુલહાર અર્પણ કરાયા
પદ્માવતી ફિલ્મ વિરોધ માભલે સરકાર પોલીસ કેસ પરત ખેંચે
કરણી સેના ની માગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી

   

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા સાબરકાંઠામાં પદ્માવત વિશે બનેલ ફિલ્મના આંદોલનકારી યુવાનોનું સન્માન કરવામાં આવ્યું. તેમજ ગાંધીજીની પ્રતિમા ને સુત્તરની આંટી અને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા.
માં પદ્માવતી ફિલ્મ મુદ્દે આંદોલનકારી યુવાનો પર સરકાર દ્વારા કેસો કરેલ છે જે રાજપૂત યુવાનો મા પદ્માવત ના સન્માન માટે આંદોલનના માર્ગે હતા નહિ કે કોઈ નિઝી સ્વાર્થ માટે, સરકાર શ્રી દ્વારા કેસ પાછા ખેંચવાની બાહેધરી લીધી હતી. પરંતુ તે પછી કોઈ કાર્યવાહી થઈ ન હતી. જેથી રાજપૂત સમાજ ખૂબ આક્રોશ માં જોવા મળેલ હતો
કરણી સેના સાબરકાંઠા અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આંદોલનકારી યુવાનો પર થયેલ કેશ પરત લેવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમય માં કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવશે અને પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

કરણી સેના દ્વારા સાબરકાંઠા માં રાજપૂત સમાજ અગ્રણી અને આંદોલનકારી શ્રી ભૃગુવેદ્રસિંહ કુંપાવત , સત્યજીતસિંહ જેતાવત, વનરાજસિંહ રાઠોડ, અંકુરસિંહ રહેવર, ઘનશ્યામસિંહ રહેવર , અને ભગીરથસિંહ પઢિયાર નું સન્માન કરવામાં આવ્યું.

    

આ કાર્યક્રમમાં કરણી સેનાના અગ્રણીઓ ઉપેન્દ્રસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ વંશ, પંકાજસિંહ જેતાવત, કલ્પેશ સિંહ સુર્યવંશી, યોગેન્દ્રસિંહ વંશ, તેમજ બીજા ભાઈઓ જોડાયા હતા.

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here