હળવદ : ખનીજ ચોરો પર ફ્લાઈંગ સ્કવોડ ત્રાટકી, ૭૦ લાખનો મુદ્દામાલ સીઝ

0
16
હળવદ પંથકમાં વ્યાપક ખનીજચોરીની ફરિયાદો વચ્ચે આજે સવારમાં  ફ્લાઈંગ સ્કવોડે સપાટો બોલાવ્યો હતો અને ખનીજચોરો પર દરોડા કાર્યવાહીમાં ૬ ડમ્પરો સહીત લાખોનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદમાં ખનીજચોરી રોકવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય અને ખનીજચોરી બેફામ કરવામાં આવતી હોય ત્યારે ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડના માઈન સુપરવાઈઝર કે ડી ડાભી સહિતની ટીમે ખાનગી વાહનમાં આવીને ખનીજચોરો પર તબાહી બોલાવી હતી અને ખનીજચોરી કરતા છ ડમ્પર ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યા છે તો આજે ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડ ટીમની કાર્યવાહીને પગલે ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ટીમે ૭૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે ત્યારે આવી કાર્યવાહી સતત ચાલતી રહે તેવી માંગ પણ કરવામાં આવી છે .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here