રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ યાદવ (Lalu Prasad Yadav) ને રાંચી હાઇકોર્ટથી જામીન (bail) મળી ગયા છે. દેવધર કોષાગાર મામલામાં સજાનો અડધો સમય પસાર થઇ જવાને આધાર બનાવીને લાલુ યાદવ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આની પર સુનાવણી કરતા રાંચી હાઇકોર્ટે લાલુ યાદવને 50-50 હજારનાં બોન્ડ પર જામીન આપી દેવામાં આવેલ છે. આ સાથે જ કોર્ટે લાલુને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ઘાસચારા કૌભાંડ (Fodder scam) માં પહેલા 5 જુલાઇનાં રોજ સુનાવણી થઇ હતી. પરંતુ લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટ દ્વારા રાહત આપવામાં ન હોતી આવી. લાલુ યાદવે જામીન માટે અરજી દાખલ કરી હતી કે જેની પર હાઇકોર્ટે આ મામલાની સુનાવણી માટે આગામી તારીખ 12 જુલાઇ નક્કી કરી હતી. લાલુ યાદવ ઘાસચારા કૌભાંડમાં રાંચીની એક જેલમાં બંધ છે.
આ વર્ષે 29 મેનાં રોજ રાંચીની એક વિશેષ કોર્ટે કરોડો રૂપિયાનાં ઘાસચારા કૌભાંડમાં 16 આરોપીઓને દોષી ગણાવ્યા હતા અને તેમને ત્રણથી ચાર વર્ષની સજા સંભળાવી. એસ.એન મિશ્રાની વિશેષ સીબીઆઇ કોર્ટે ચાઇબાસા ટ્રેજરીથી ખોટું કરીને 37 કરોડ રૂપિયા નીકાળવા મામલે 16 લોકોને દોષી ગણાવ્યા હતાં. કોર્ટે આમાંથી 11 લોકોને ત્રણ વર્ષ અને પાંચ અન્યને ચાર વર્ષની સજા સંભળાવી.
સીબીઆઇની વિશેષ કોર્ટે બિહારનાં પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને આ જ મામલે 2013માં દોષી ગણાવ્યા હતાં. સીબીઆઇએ બાદમાં 16 અન્યની વિરૂદ્ધ પણ આરોપપત્ર દાખલ કર્યા હતાં. જેમાંથી 14 ચારાની સપ્લાય કરતા હતા અને બે સરકારી અધિકારી હતાં. સીબીઆઇની કોર્ટે ચારા કૌભાંડ સાથે જોડાયેલ 42 મામલામાં પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.