હારીજ સમી તાલુકામાં પ્રથમ વરસાદમાં જ છુટાછવાયા ઝાપટા પડતાં ખેડૂતોએ વાવણીમાં મુખ્યત્વે ઘાસચારો જમીનની બહાર નીકળતાની સાથે જ સુકાવા લાગ્યો છે. વર્તમાન ચોમાસામાં પણ પ્રથમ વરસાદે ખો આપતા ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટું જેવી થઈ છે ત્યારે નર્મદા વિભાગ પણ કિસાનોની કફોડી હાલત જોઈને પાણી છોડતું નથી માટે નવીન ઘાસચારો વાવેતર કરવા અને વાવેતર કરેલા ઘાસચારો બચાવવા માટે કેનાલમાં પાણી છોડાવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યો છે.
ગત વર્ષે ચોમાસામાં પણ સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરેેલા તાલુકાઓમાં સમી અને હારિજ તાલુકાઓ પણ અસરગ્રસ્ત જાહેર કરાયા હતા તંત્ર દ્વારા કાસ્ટ ડેપો શરૂ કરી ઘાસ આપવાની જાહેરાતો મોટી મોટી કરી હતી. પણ પૂરતું ઘાસ આપવામાં આવ્યું ન હતું સમી તાલુકાના કેટલા એક ગામના માલધારીઓને પશુધન બચાવવા ગામ છોડી હિજરત કરવાનો વારો પણ આવ્યો હતો. ત્યારે ખેડૂતોને માલધારીઓ આવનારું ચોમાસુ બહુ જ સારું રહેશે તેની આશાઓ સાથે મેઘરાજાની આકાશે લમણાં રાખી રાહ જોઈ રહ્યા છે ત્યારે પ્રથમ રાઉન્ડમાં વરસાદ મન મૂકીને વરસ્યો નથી સમગ્ર પંથકમાં છુટાછવાયા ઝાપટા પડતાં કોઈ કોઈ જગ્યાએ ઘાસચારો કઠોળ જે વાવેતર કર્યા જ્યારે ઘણા વિસ્તારોમાં વાવણીલાયક પણ વરસાદ પડ્યો નથી ગયું ચોમાસુ પણ નિષ્ફળ અને વર્તમાન સમયમાં પણ મેઘરાજાએ મન મૂકીને નહીં વરસતા કિસાનો ઉપર ચિંતાના વાદળો છવાયા છે. હવે નર્મદાજ મુખ્ય આશરો બચ્યો છે ત્યારે તંત્ર પણ હજુ સુધી નર્મદામાં પાણી છોડતું નથી માટે પાણી છોડવામાં આવે તો ખેડ અને બીયારણના ખર્ચા કરી વાવેતર કરેલો ઘાસચારો કઠોળ બચાવી શકાય તેમ છે.
હારીજ તાલુકાના જુનામાકા ગામના ખેડૂત કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રથમ વરસાદમાં વાવણી લાયક સામાન્ય વરસાદ પડતા જુવાર મકાઈ જેવો ઘાસચારો સામાન્ય ભેજમાં વાવેતર કર્યા હતા જે જમીન બાજુ નીકળી તો ગયો પણ વરસાદ નહીં પડતા વાવેતર કરેલ ઘાસચારો પણ સુકાવા લાગ્યો છે માટે સરકાર દ્વારા નર્મદાના પાણી છોડવામાં આવે તો વાવણી નહિ કરેલા વિસ્તારમાં પણ વાવણી થઈ શકે અને જે સૂકાતાં ખરીફ પાક બચાવી શકાય તેમ છે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પાણી છોડવું જોઈએ.
વરસાદમાં વાવણી કરેલો ઘાસચારો સુકાવા લાગ્યો છે.