ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે અનેક ટ્રેનો લેટ થઇ

0
9

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયુ છે. એકબાજુ હિમાચલના કેટલાક ભાગોમાં હિમવર્ષાના કારણે બરફની ચાદર છે તો કેટલાક ભાગોમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. આના કારણે સામાન્ય લોકો પરેશાન થયેલા છે. ધુમ્મસના કારણે સાવચેતીના પગલા રૂપે ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે. અનેક ટ્રેનો લેટ છે. જ્યારે ૧૩ ફ્લાઇટ પણ લેટ છે. દિલ્હીમાં ધુમ્મસની સ્થિતી સૌથી વધારે જાવા મળી રહી છે. વિજિબિલિટી ઘટી ગઇ છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં અનેક ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જાવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જાવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જાવા મળી છે. સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. કોલ્ડવેવના કારણે લોકો બેહાલ છે. ઉત્તર ભારતમાં પણ તીવ્ર ઠંડી પડી રહી છે.

રાજસ્થાન, હિમાચલ, પંજાબ અને હરિયાણાઁમાં વિમાની સેવા અને ટ્રેન સેવા પર અસર થઇ છે.ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જાવા મળી રહી છે. સાવચેતીના પગલા રૂપે ધુમ્મસના કારણે રેલવે બોર્ડે ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ સુધીની ૩૨ ટ્રેનોને રદ કરી દીધી છે. ૨૬ ટ્રેનોના આવવા તેમજ જવાના સમયમાં ઘટાડો કરી દીધો છે. ડિસેમ્બર મહિનામાં ધુમ્મસના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જાવી પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here