ગુજરાતમા મોરારીબાપુના સમર્થનમા લોક કલાકારો મેદાનમા, રત્નાકર એવોર્ડ પરત કર્યા

0
0

ગુજરાતમા સંત મોરારીબાપુના ભગવાન નીલકંઠ મુદ્દે કરેલા નિવેદન બાદ સ્વામીનારાયણ સંપ્રદાયની લાગણી દુભાતા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને મોરારીબાપુના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેના પગલે બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાએ સંતોને આ મુદ્દે શાંતિ જાળવવા અપીલ કરી હતી.

જો કે તેની બાદ ગુરુવારે તેમાં એક નવો વિવાદ ઉમેરાયો છે. જેમાં સ્વામીનારાયણ સંતો દ્વારા મોરારીબાપુને માફી માંગવાની કરેલી માંગ બાદ હવે અન્ય લોક કલાકારો તેમના મોરારીબાપુના સમર્થન આવ્યા છે. તેમજ કોલમિસ્ટ જય વસાવડા, લોક કલાકાર માયાભાઈ આહીર અને અનુભા ગઢવીએ તેમને સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા રત્નાકર એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી છે. તેમજ તેની બાદ આજે

મોરારિબાપુના સમર્થનમાં જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ સ્વામિનારાયણ સંપ્રદાયએ આપેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો. આ ઉપરાંત હેમંત ચૌહાણ પણ સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલો એવોર્ડ પાછો આપશે. હેંમત ચૌહાણ પણ મોરારિબાપુના સમર્થનમાં ઉતર્યા છે.

રત્નાકર એવોર્ડ પરત આપતા લેખક જય વસાવડાએ કહ્યું હતું કે આ પરત કરવાનો મતબલ ધર્મનો બોયકોટ કરવાનો નથી. પરંતુ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મોરારી બાપુ વિરુદ્ધના નકારાત્મક વલણને લઈને વિરોધ છે. તેમજ મોરારી બાપુએ મારી માટે સનાતન ધર્મના એક મોડેલ તરીકે છે. તેમજ હું બાપુનો એક સમર્થક છું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પ્રસિદ્ધ કથાવાચક મોરારીબાપુએ કથા દરમ્યાન નિવેદન આપ્યું હતું કે ‘સાચો નીલકંઠ કોણ જે ઝેર પીવે તે નહીં કે લાડુડી ખાય’ જેની બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓએ તેનો વિરોધ કર્યો હતો અને મોરારીબાપુને માફી માંગવા કહ્યું હતું. જેની બાદ મોરારી બાપુએ કહ્યું હતું કે કોઈને ખોટું લાગ્યું હોય તો મિચ્છામી દુક્કડમ’ પરંતુ તેની બાદ રાજયના અન્ય સંપ્રદાયના સંતો મોરારીબાપુના સમર્થન આવ્યા હતા.તેમજ મોરારી બાપુની ભૂલ નથી તેથી સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ માફી માંગવી જોઈએ તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here