કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા. ત્યારે લોકો પણ લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વઢવાણનો લોક મેળો અને સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર નગરપાલિકા આયોજિત મેળો આજે જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે 31 લાખ રૂપિયામાં પાલિકા દ્વારા મેદાન ભાડે આપવામાં આવ્યું છે. બીજી તરફ વઢવાણનો મેદાન 41 લાખથી વધુ રકમ વસુલાત કરી અને મેળા આયોજન માટે મેદાન ભાડે આપી દેવામાં આવ્યું છે. અત્યારે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ સુરેન્દ્રનગરની પ્રજા લોકમેળો માણવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન ખાતે વઢવાણનો લોકમેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.
બીજી તરફ સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાવા જઈ રહેલો મેળો પણ દુધરેજ વડવાળા મંદિરના મહંત મુકુંદ રામદાસજી બાપુની આગેવાનીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ બાદ લોકો મેળાનો આનંદ માણવા જઈ રહ્યા છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરના બંને મેળા આજથી જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. આજ સાંજથી બંને મેળામાં લોકો વિવિધ રાઇડોની આનંદ માણી શકશે. જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા પણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
વઢવાણ ખાતે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, કનકસિંહ તથા જિલ્લા પોલીસવડા હરેશભાઈ દુધાત તથા ભવાનીસિંહ મોરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને મેળાનું ઉદઘાટન કરી નાખવામાં આવ્યું છે. બે વર્ષ બાદ સુરેન્દ્રનગર અને વઢવાણની પ્રજા સુખદ રીતે મેળો માણી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે કલાકારોને બોલાવવામાં આવશે રાત્રી દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે. જીગ્નેશ કવિરાજ, ગીતાબેન રબારી સહિતના આજે મહાનુભાવો અને કલાકારો છે તેમના લોકડાયરા વઢવાણ મેળામાં પણ યોજવામાં આવશે.