કોરોના વાયરસ મહામારીને કારણે આખી દુનિયામાં તબાહીનો માહોલ છે. આ વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દેશ અને દુનિયાના અનેક દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકો પોતાના ઘરોમાં બંધ છે અને ઘરેથી જ કામ કરી રહ્યા છે. તેને કારણે માત્ર સામાન્ય જનજીવન જ નહીં, પરંતુ સંબંધો પર પણ ખરાબ અસર પડી છે. સમયની સાથે લોકોની જવાબદારીઓ વધી જાય છે, જેને કારણે સંબંધોમાંથી ધીમે-ધીમે પ્રેમ અને રોમાન્સની બાદબાકી થતી જાય છે. જો તમારા સંબંધમાંથી પણ પ્રેમ અને રોમાન્સની બાદબાકી થવા માંડી હોય તો આ ટિપ્સને અપનાવીને તમે પોતાના પ્રેમ સંબંધને જીવિત રાખી શકો છો-
એકબીજાને હંમેશાં સરપ્રાઈઝ આપો
પોતાના સંબંધમાં મિઠાસ બનાવી રાખવા માટે જરૂરી છે કે તમે પોતાના પાર્ટનરને હંમેશાં સરપ્રાઈઝ આપો. તેને માટે જરૂરી નથી કે તમે કોઈ તહેવાર કે ખાસ દિવસની રાહ જુઓ, પરંતુ નાના-નાના કામમાં તેમની હેલ્પ કરીને તેમને સરપ્રાઈઝ આપી શકો છો. સમયની સાથે, તમે અને તમારો પાર્ટનર પોતપોતાના કામોમાં વ્યસ્ત રહેવા માંડે છે જેને કારણે તમે બંને એકબીજાને સમય ના આપી શકો. જેને કારણે સંબંધમાં દૂરી આવવા માંડે છે. એવામાં તમારા એકબીજા પ્રત્યેના પ્રેમને જાળવી રાખવા માટે એકબીજાને સમય આપો.
કંઈક નવું ટ્રાય કરો
પોતાના સંબંધને જાળવી રાખવા માટે દરરોજ કંઈક નવું ટ્રાય કરો. તેને માટે બંને મળીને યોજના બનાવો અને તેને એક ટાસ્કના રૂપમાં કરો. જો તેમા તમે સફળ રહેશો તો તે તમારા માટે એક નવો અનુભવ સાબિત થશે અને જો તેમા તમે સફળ ન થાઓ તો પણ તમારા બંને માટે તે સમય યાદગાર બની રહેશે.
જ્યારે પણ તમે એકબીજાની સાથે હો ત્યારે બાકીનું બધુ દૂર રાખો
ડિજિટલ વર્લ્ડમાં દરેક વ્યક્તિ મોબાઈલ અને ઈન્ટરનેટમાં વ્યસ્ત રહેવા માંડી છે. જેને કારણે લોકોની વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આથી તમે જ્યારે પણ પોતાના પાર્ટનરની સાથે હો ત્યારે બાકીની તમામ વસ્તુઓ અને વાતોને દૂર રાખો. ખાસ કરીને ફોનથી તો દૂર જ રહો અને જ્યારે પણ તમે બંને સાથે હો ત્યારે માત્ર તમારા સંબંધ અને જીવનની વાતો કરો.
સાથે મળીને યોજના બનાવો
કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉનમાં ભલે તમે પોતપોતાના ઘરોમાં બંધ છો, પરંતુ આ એક એવો સમય છે જ્યારે તમે તમારા પાર્ટનરની સાથે પોતાના જીવનને લઈને ભવિષ્યની યોજનાઓ અને ટ્રિપ પ્લાન કરી શકો છો, જેને લોકડાઉન હટ્યા બાદ પૂર્ણ કરી શકો છો. તમે ઈચ્છો તો પોતાના ઘરમાં જ લોકડાઉનમાં ડેટ પ્લાન કર શકો છો, જેને કારણે તમારા સંબંધમાં પ્રેમ જળવાયેલો રહેશે.
એકબીજા સાથે ફ્લર્ટ કરો
એક સંબંધની શરૂઆત ફ્લર્ટથી થાય છે. જ્યારે આપણે સંબંધમાં બંધાઈએ છીએ તો તે સમયે એકબીજા સાથે ફ્લર્ટ કરતા હોઈએ છીએ. જેને કારણે પ્રેમમાં મજબૂતી આવે છે. જોકે, થોડા સમય બાદ આપણે એકબીજા સાથે ફ્લર્ટ કરવાનું છોડી દેતા હોઈએ છીએ. આવું જરા પણ ના કરવું જોઈએ. તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારા પાર્ટનરની સાથે ફ્લર્ટ જરૂર કરો. તેને માટે તમે મોબાઈલનો સહારો લઈ શકો છો.