તમારા ફોનની સ્ટોરેજ વધારવા માટે ફોલો કરો આ ટિપ્સ

0
37

ફોનમાં રેમ અને સ્ટોરેજ ખૂબ મોટો રોલ પ્લે કરે છે. તમે જોયું હશે કે કેટલીક વખત જ્યારે ફોટો ક્લિક કરવા કે વિડિયો બનાવવા કે કઇક ડાઉનલોડ કરવાનો સમય આવે તો ફોનમાં સ્ટોરેજ ઓછી હોવાનું એલર્ટ મળે છે. સ્ટોરેજ ઓછી થવાના કારણથી તમે કઇ ડાઉનલોડ કરી શકતા નથી અને ન તો કોઇ ફોટો ક્લિક કરી શખો છો. એવામાં અમે તમારા માટે ઘણી એવી રીત લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે ફોનની સ્ટોરેજને વધારી શકો છો.

– ફોનની સ્ટોરેજ સમસ્યાને દૂર કરવા માટે તેને કોમ્પ્યુટરથી અટેચ કરી ફાઇલ્સને ડિલિટ કરી સ્પેસ બનાવી શકાય છે. પરંતુ ઘણી વખત તમને તરત સ્ટોરેજ ઓછી કરવાની જરૂરત પડી જાય છે અને જરૂરી નથી કે દરેક સમયે તમારી પાસે કોમ્પ્યુટર ઉપલબ્ધ હોય. એવામાં તમે સૌથી પહેલા તમે જોઇ લો કે તમારા ફોનમાં કઇ કઇ એપ્સ છે જે સૌથી વધારે સ્પેસ લઇ રહી છે.

– જો તમારી પાસે એન્ડ્રોયડ સ્માર્ટફોન છે તો તમે તેમા સેટિંગ્સમાં જઇેન કેશૈ ક્લિયર કરી લો. તેનાથી ફોનની સ્ટોરેજ વધી જશે. જે કામની એપ્સ ન હોય તેને તમે ડિલીટ કરી શકો છો. આમ કરીને તમે સ્ટોરેજ વધારી શકો છો.

– જો તમે આઇફોન યુજર છો તો તેના માટે settings માં જઇને General પર ક્લિક કરો અને તે બાદલ Storage and iCloud Storage પર ક્લિક કરો. હવે Main Storage માં જાઓ. અંહી ફોનની સ્ટોરેજ અને તેની ડિવિઝન દેખાશે. અંહીથી તમે જોઇને તે ફાઇલ્સને દૂર કરી શકો છો જે કામની નથી.

– કેટલીક વખત આપણા ફોનમાં ઘણા જૂના મેસેજ અને બેકાર ફોટો પડેલા હોય છે. જે આપણે ડિલીટ કરી શકતા નથી જેને તમે ફોનમાંથી હટાવી શકો છો.

– કેટલીક વખત આપણે ઇ-મેઇલ્સથી જોડાયેલી ફાઇલ્સ પણ ડાઉનલોડ કરી લઇએ છીએ. જે ફોનમાં જ સેવ થઇ જાય છે. આ પણ ફોનમાં ઘણી સ્પેસ લેતી હોય છે. જેથી તેને પણ ડિલીટ કરી દેવી જોઇએ.

– જો તમને લાગે છે કે તમે ફોનમાંથી દરેક બેકાર વસ્તુઓ હટાવી દીધી છે અને સ્ટોરેજ વધી શકતી નથી તો સારુ રહેશે કે જે ફોટો, વિડિયો અન્ય કામની વસ્તુઓ ફોનમાં રાખી છે તેને ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરી લો. કોઇપણ ડેટાને આર્કાઇવ કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ બેસ્ટ ઓપ્શન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here