કોરાના વાયરસની સમીક્ષા બાદ પીએમઓનો દરેક જિલ્લામાં ચેકઅપ સેન્ટર ખોલવા આદેશ

0
0

નવીદિલ્હી, તા. 5
ભારતમાં કોરોના વાયસરનો ખતરો વધવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે કોરોના વાઈરસના કારણે તે આ વર્ષે હોલીના મિલન સમારોહમાં ભાગ નહીં લે કારણ કે દુનિયા ભરના એકસપર્ટનું માનવું છે કે, કોઈ એક જગ્યાએ વધારે એકઠા ન થવું.

મોદીના હોળીના કાર્યક્રમોમાં સમારોહમાં ભાગ ન લેવાને પગલે અન્ય રાજનિતીકો ગૃહમંત્રી, અમિત શાહ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભાજપના અધ્યક્ષ જે.પી. નંડ્ડાએ પણ પોતાના હોળીના કાર્યક્રમો રદ કર્યા છે. કેન્દ્ર સરકાર તરફ કોરોના વાયરસને લઈને સાવધાની રાખવાનું કહેવામાં આવ્યુ છે સ્વાસ્થ્ય મંત્રાલયે તેના માટે કેટલાક દિશા સૂચન પણ કરાયા છે જેમાં સતત હાથ ધોવા, કોઈની સાથે ભથ ન મિલાવવો વગેરે છે. કોરોના વાઈરસને લઈને પીએમઓએ દરેક જિલ્લામાં ચેકઅપ સેન્ટર ખોલવાના આદેશ આપ્યા છે. જિલ્લા સ્તરે સુવિધા અને શંકાસ્પદ મામલામાં ઉપલબ્ધ દવાઓની સાથે ઈલાજ કરવાનું કહ્યું છે.

વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ સરકારી વિભાગોને કોન્ફરન્સ અને ઈન્ટરનેશનલ મીટીંગથી દૂર રહેવાનું જણાવ્યુ છે. આવી કોઈ મીટીંગ કે કોન્ફરન્સ કરતા પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે ચર્ચા કરવી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ રોકવા અમે દરેક પ્રકારના પડકારના પગલા લઈ રહ્યા છીએ. ટાસ્ક ફોર્સમાં દિલ્હીના દરેક વિભાગોના અધિકારીઓ, રાજયના અધિકારીઓ, પોલીસ અધિકારીઓને સભ્યના રૂપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

કોરોના ઈફેકટ: હૈદ્રાબાદમાં અમિત શાહની રેલી રદ
સીએએના સમર્થનમાં રેલી યોજવાની હતી
દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના ખતરાના કારણે તેની સામાન્ય જિંદગી પર અસર પડે છે. જેમાં મોટા રાજકીય નેતાઓ પણ બાકાત નથી. આ મહિને 15 તારીખે તેલંગણામાં હૈદ્રાબાદમાં યોજાનારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી કોરોનાને કારણે ટળી ગઈ છે.

ભાજપ નાગરિકતા સંશોધન એકટના સમર્થનમાં સભાઓ-રેલીઓ કરી રહી છે. જે અંતર્ગત હૈદ્રાબાદમાં અમિત શાહની આ રેલી યોજાનાર હતી પરંતુ કોરોનાના ખોફના કારણે અમિત શાહની હૈદ્રાબાદની રેલી ટળી છે. હવે આ રેલીની નવી તારીખ જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here