ગુજરાત : રાજ્યમાં કુલ 9268 કેસ અને મૃત્યુઆંક 566, દિલ્હીથી આવતા પ્રવાસીઓ માટે 15 રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવાશે

0
0

ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં 24 કલાકમાં 365 નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ 9,267 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 566 અને 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી બચીને રહેલો અમરેલી જિલ્લો ગુજરાતમાં નોંધાયેલા પહેલા કેસ પછી છેક 8મા સપ્તાહે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બુધવારે ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા પ્રમાણે વધુ 29 લોકોના મોત થયાં છે. આ 29 દર્દો પૈકી સાત દર્દીઓ માત્ર કોવિડના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. બાકીના 22 લોકોને સામાન્યથી માંડીને ગંભીર પ્રકારની બિમારી હતી. દિલ્હીથી અમદાવાદ આવનારી ટ્રેનના પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઇ અવગડતા ન પડે એ માટે સાબરમતી સ્ટેશનથી અલગ-અલગ 15 રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવવામાં આવશે.

રાજ્યમાં ગંભીર દર્દીને ટોસિલિ ઝુમૈબ ઈન્જેક્શન આપવાનું શરૂ

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આપણે અલગ અલગ હોસ્પિટલમાં ટોસિલિ ઝુમૈબ (Tocilizumab) ઈન્જેક્શનનો જ્યાં જરૂર પડે ત્યાં આપવાની શરૂઆત કરી છે. આ ઈન્જેક્શન ગંભીર હાલતમાં હોય તે દર્દીને આપવામાં આવે છે, જે ખૂબ મોંઘા હોય છે. પરંતુ તેને પર્ચેઝ કમિટીમાં મંજૂરી આપી છે અને ઉપયોગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

24 કલાકમાં 2760 ટેસ્ટ કર્યાં, 22 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરાનાથી મોત

આરોગ્ય અગ્ર સચિવે વધુમાં કહ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં કોવિડ 19ના 364 નવા કેસ નોંધાયા છે જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 3 અને પાટણમાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં 292, સુરતમાં 23, વડોદરામાં 18, મહેસાણામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, ભાવનગરમાં 3 અને જામનગરમાં 3, પાટણમાં 2, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી  મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2,760 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 1,22, 297 ટેસ્ટ કર્યાં છે,જેમાં 9,268ના પોઝિટિવ અને 1,13,029ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 9,268 દર્દીમાંથી 39 વેન્ટીલેટર પર, 5,101ની હાલત સ્થિર તેમજ 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે 566ના મૃત્યુ થયા છે.

કુલ 9268 દર્દી, 566ના મોત અને 3562 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 6645 446 2112
વડોદરા 592 32 355
સુરત 967 43 562
રાજકોટ 66 02 51
ભાવનગર 100 07 46
આણંદ 80 07 70
ભરૂચ 32 02 25
ગાંધીનગર 142 05 53
પાટણ 31 02 22
નર્મદા 13 00 12
પંચમહાલ 66 04 33
બનાસકાંઠા 82 03 36
છોટાઉદેપુર 17 00 14
કચ્છ 14 01 06
મહેસાણા 67 02 37
બોટાદ 56 01 22
પોરબંદર 03 00 03
દાહોદ 20 00 05
ખેડા 33 01 10
ગીર-સોમનાથ 18 00 03
જામનગર 33 02 02
મોરબી 02 00 01
સાબરકાંઠા 27 02 07
મહીસાગર 47 01 35
અરવલ્લી 76 02 22
તાપી 02 00 02
વલસાડ 06 01 04
નવસારી 08 00 07
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 12 00 00
સુરેન્દ્રનગર 03 00 01
જૂનાગઢ 04 02 02
અમરેલી 01 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  9268 566 3562

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here