CBSE બોર્ડની પરીક્ષાઓ માટે ફરી અસમંજસની સ્થિતિ બની

0
0

દેશમાં એક વાર ફરી કોરોનાના કેસો વધતા CBSE (સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન )બોર્ડની પરીક્ષાઓ માટે ફરી અસમંજસની સ્થિતિ બની છે. હાલની કોરોનાની સ્થિતિ માટે સૌના મનમાં એક જ સવાલ છે કે 4 મેથી યોજાનારી CBSEની પરીક્ષા કેન્સલ કરવામાં આવશે કે નહિ. તેવામાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નક્કી કરાયેલા શિડ્યુલ પ્રમાણે જ પરીક્ષાનું આયોજન થશે.

પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

ગત વર્ષ કરતાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર બનતાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ વખતે 10મા અને 12મા ધોરણના આશરે 1 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવા માટેની ઓનલાઈન યાચિકા પર સિગ્નેચર કર્યા છે. સોશિયલ મીડિયા પર #cancel board exam 2021, #Cancel our CBSEboard exam 2021 અને #Cancel Boards2021 ટ્રેન્ડ કરી રહ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે એક્ઝામ સેન્ટર્સ વધારાયા

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બોર્ડના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને જ દેશભરમાં પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે 40-50% સેન્ટરની વૃદ્ધિ કરવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ એક્ઝામમાં સામેલ નહિ થઈ શક્યા હોય તેમને ફરી અવસર આપવામાં આવશે.

પ્રિયંકા ગાંધીએ વિદ્યાર્થીઓનો સપોર્ટ કર્યો

બોર્ડના નિર્ણયનો વિરોધ કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, કોરોના દેશમાં ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. તેવામાં પરીક્ષાના વધારાના પ્રેશરથી બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આપણી એજ્યુકેશન સિસ્ટમે પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here