કોરોના પોઝિટિવ માટે : લંગ્સ રિકવરી માટે ચેસ્ટ ફિઝિયોથેરપી ફાયદાકારક છે, એરવેને ક્લિન કરીને સેચ્યુરેશન વધારે છે

0
2

કોરોના સંક્રમિત દર્દીઓનું ઓક્સિજન લેવલ વધારવા અને ફેફસાંની રિકવરી માટે રાજસ્થાનનાં ડૉક્ટર ચેસ્ટ ફિઝિયોથેરપીની મદદ લઈ રહ્યા છે. આ થેરપીથી મોટી સંખ્યામાં દર્દી રિકવર થઈ રહ્યા છે. જે દર્દીઓને ઓક્સિજનની અછતના કારણે સમસ્યા થઈ રહી છે, તેમના માટે ચેસ્ટ ફિઝિયોથેરપી અસરકારક સાબિત થતી જોવા મળી રહી છે.

તેના દ્વારા જયપુરની ઘણી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓનું ન માત્ર સેચ્યુરેશન (ઓક્સિજન લેવલ) વધે છે, પરંતુ દર્દીઓના લંગ્સ (ફેફસાં)ની રિકવરી પણ ઝડપથી થાય છે. એવા ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં દર્દી ઓક્સિજન સપોર્ટ પર હતા, પરંતુ આ થેરપીથી તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ થઈ ગયું.

ચેસ્ટ રોગ નિષ્ણાત ડો. વિતી કંતરુ પોતાના એક વીડિયોમાં જણાવે છે કે, ચેસ્ટ ફિઝિયોથેરપી કોવિડ-19ના દર્દીઓમાં ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. છાતીની અંદર લાળ જમા થઈ જવાથી અને શુષ્કતા આવી જવાને કારણે શ્વાસ લેવામાં થતી મુશ્કેલીને દૂર કરવામાં આ થેરપી અસરકારક સાબિત થઈ શકે છે.

કોરોનાથી સંક્રમિત અને તેનાથી સ્વસ્થ થયા બાદ પણ ફેફસાંની રિકવરી અને એરવેને સ્વસ્થ રાખવા માટે સૌથી જરૂરી અને સરળ રીત છે ચેસ્ટ ફિઝિયોથેરપી. અમે તમને જણાવી રહ્યા છીએ ચેસ્ટ ફિઝિયોથેરપી સાથે સંબંધિત કેટલીક સરળ બ્રીધિંગ એક્સર્સાઈઝ, જેમને તમે ઘરે કરી શકો છો. તેને કરતી વખતે માત્ર એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેને ધીમે ધીમે શરૂ કરવી.

ડાયાફ્રામિક બ્રીધિંગ એક્સર્સાઈઝ હાર્ટ રેટને ઘટાડવા અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે

પર્સ્ડ લિપ બ્રીધિંગ એક્સર્સાઈઝ એરવેને ખુલ્લા રાખવામાં મદદ કરે છે

એક્ટિવ સાઈકિલ ઓફ બ્રીધિંગ ટેક્નિક (ACBT) ફેફસાંમાં જમા લાળ સાફ કરવામાં મદદ કરે છે.

બલૂન બ્લોઈંગ બ્રીધિંગ એક્સર્સાઈઝ પલમોનરી અને રેસ્પિરેટરી ફંક્શનને મજબૂત કરે છે.

સ્ટ્રો એક્સર્સાઈઝ ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સ્પાઈરોમીટર એક્સર્સાઈઝ તે ફ્લુડને બ્રેક કરવામાં મદદ કરે છે જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ન્યુમોનિયા થાય છે.

આ રીતે કામ કરે છે ચેસ્ટ ફિઝિયોથેરપી

કોવિડ દર્દીઓના ફેફસાં વાઈરસથી ડેમેજ તો થઈ જાય છે, તે ઉપરાંત ઘણા દર્દીઓના ફેફસાંમાં ટાઈટ સ્પુટમ (કફ) જામવાની ફરિયાદ જોવા મળે છે. કફ જામવાથી ફેફસાં પોતાની ક્ષમતા પ્રમાણે કામ નથી કરી શકતા, તેના કારણે દર્દીને સ્વસ્થ થવામાં ટાઈમ લાગે છે.

રિકવરીની સ્પીડને વધારવા માટે દર્દીના ફેફસાંમાંથી કફ દૂર કરવો જરૂરી હોય છે, જેથી તે સારી રીતે કામ કરી શકે અને દર્દી શ્વાસ લઈ શકે.

ફેફસાંમાં જમા ટાઈટ કફને છૂટો કરીને બહાર કાઢવા માટે ડૉક્ટર વિવિધ દવાઓ આપે છે, જેમાં સમય લાગે છે. જ્યારે ચેસ્ટ થેરપીમાં દવાઓ વગર કફ છૂટો પડી જાય છે અને તે આપમેળે દર્દીના શરીરમાંથી બહાર આવવા લાગે છે.

જ્યારે કફ દર્દીના શરીરમાંથી બહાર આવે છે, ત્યારે તેને શ્વાસ લેવામાં સરળતા રહે છે. સંક્રમિત ફેફસાં પણ ઝડપથી સ્વસ્થ થવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here