શ્રદ્ધાંજલિ : રિશી કપૂર માટે નીતુ સિંહ અને રણબીર કપૂરે ઘરે જ પ્રાર્થના સભાનું આયોજન કર્યું

0
23

મુંબઈ. 67 વર્ષની વયે રિશી કપૂરનું 30 એપ્રિલે નિધન થયું હતું. તે જ દિવસે સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પત્ની નીતુ સિંહ અને દીકરા રણબીર કપૂરે રિશીની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. કોરોના વાઇરસ લોકડાઉનને કારણે તેમણે તેમના પાલીના ઘરે જ આ પ્રેયર મીટ રાખી છે. આ પ્રેયર મીટનો નીતુ અને રણબીર કપૂરનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે જેમાં રણબીર કુર્તો પહેરીને માથે પાઘડી પહેરીને હાજર હતો.

રિશી કપૂરની અંતિમ વિધિમાં તેમની દીકરી રિધ્ધિમા હાજર રહી શકી ન હતી. ત્યારે તે દિલ્હીમાં હતી અને શનિવારે રાત્રે તે બાય રોડ તેની દીકરી સાથે દિલ્હીથી મુંબઈ પહોંચી છે. અંતિમ વિધિ સમયે આલિયા ભટ્ટ રિધ્ધિમા સાથે સતત વીડિયો કોલ દ્વારા સંપર્કમાં હતી. પરિવારના અન્ય સભ્યોની સાથે અભિષેક બચ્ચન પણ આ વિધિમાં સામેલ હતો.

બે વર્ષ કેન્સર સામે લડ્યા બાદ રિશી કપૂરે 30 એપ્રિલે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નીતુ સિંહે શનિવારે રિશી કપૂરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતું કે, અમારી સ્ટોરીનો અંત થયો. આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી કે તમારી સ્ટોરી હંમેશાં રહેશે, તેનો અંત થયો છે એમ ન બોલો.

View this post on Instagram

End of our story ❤️❤️

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here