સતત 17મા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા, ત્રણ દિવસમાં કુલ એક કરોડને પાર થઈ શકે છે

0
0

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે 26 હજાર 251 નવા કેસ નોંધાયા, 33 હજાર 853 દર્દી સાજા થયા અને 383 લોકોનાં મોત થયાં. આ રીતે 8 હજાર 8 એક્ટિવ કેસ ઘટી ગયા. દેશમાં અત્યારસુધીમાં 99.32 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 94.55 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.44 લાખ લોકોનાં મોત પણ થયાં છે અને 3.30 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. દરરોજ લગભગ 25-30 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં આગામી ત્રણ દિવસમાં કુલ સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર થઈ શકે છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે RT-PCR ટેસ્ટ 700 રૂપિયામાં કરાશે. આ પહેલાં એની કિંમત 980 રૂપિયા હતી.

દિલ્હી : દિલ્હી AIIMSમાં હડતાળ પર કરવામાં આવેલી નર્સિંગ યુનિયને એડમિનિસ્ટ્રેશન સાથેની ચર્ચા પછી પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે. આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે હડતાળ પર પ્રતિબંધ લગાવતાં નર્સને ફરજ પર પરત જવા માટે કહ્યું હતું.

હરિયાણા : હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું છે. તેઓ 5 ડિસેમ્બરે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. સ્થિતિમાં સુધારો ન થવાને કારણે તેમને રોહતક PGIથી મેદાંતા શિફ્ટ કરવામાં આવ્યા છે.

પાંચ રાજ્યની સ્થિતિ…
1. દિલ્હી
અહીં મંગળવારે 1417 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 2343 લોકો સાજા થયા અને 41 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં અહીં 6 લાખ 10 હજાર 447 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 14 હજાર 480 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 85 હજાર 852 લોકો સાજા થઈ ચૂક્યા છે.

2. મધ્યપ્રદેશ
અહીં છેલ્લા 24 કલાકમાં 1073 કેસ નોંધાયા. 1347 લોકો સાજા થયા અને 13 દર્દીનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 2 લાખ 25 હજાર 709 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2 લાખ 9 હજાર 768 સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3 હજાર 425 લોકોનાં મોત થયાં છે. હાલ 12 હજાર 516ની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં મંગળવારે 1110 લોકો સંક્રમિત નોંધાયા હતા. 1236 લોકો સાજા થયા અને 11 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 29 હજાર 913 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 12 હજાર 781 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 12 હજાર 939 લોકો અત્યારસુધીમાં સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4193 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

4. રાજસ્થાન
અહીં છેલ્લા 24 કલાકમાં 1045 કેસ નોંધાયા છે. 1722 લોકો સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 2 લાખ 93 હજાર 584 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 15 હજાર 510 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાક 75 હજાર 506 લોકો સાજા થઈ ચૂક્યા છે, 2568 મોત થઈ ચૂક્યા છે.

5. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 3442 લોકો સંક્રમિત નોંધાયા. 4395 લોકો સાજા થયા અને 70 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 18 લાખ 86 હજાર 807 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 71 હજાર 356 દર્દીની સારવાર ચાલી રહી છે. 17 લાખ 66 હજાર 10 દર્દી સાજા થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here