નેપાળ : ખુરશી બચાવવા માટે આજે સતત પાંચમાં દિવસે મુખ્ય વિરોધી પ્રચંડ ને વડાપ્રધાન ઓલી મળશે

0
9

કાઠમાંડૂથી. નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીના રાજીનામા પર સસ્પેન્સ છે. આજે સતત પાંચમાં દિવસે તેઓ પાર્ટીમાં પોતાના મુખ્ય વિરોધી પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડને મળશે. આજે જ સ્ટેન્ડિંગ કમેટીની મીટિંગ પણ થનારી છે. તેને સોમવારે અંતિમ સમયે ટાળવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રચંડ અને ઓલી પર પાર્ટીની અંદર અને બહારથી સમાધાન કરવાનું દબાણ છે. જોકે પ્રચંડ નમવા તૈયાર નથી.

દરેક કોશિશ પરિણામ વગરની

ઓલી અને પ્રચંડની વચ્ચે વાતચીતના ચાર રાઉન્ડ થઈ ચૂક્યા છે. જોકે અત્યાર સુધીમાં સરકાર બચાવવા પર સમાધાન થયું નથી. આ સિવાય એ બાબતે પણ કઈ સ્પષ્ટતા થયું નથી કે ઓલી રાજીનામુ આપશે. આજે જ્યારે પ્રચંડ અને ઓલી મળશે તો કોઈ નિર્ણય આવી શકે છે. ઓલીની મુશ્કેલી એ છે કે વિરોધઓનો કેમ્પ હજી પણ તેમનું રાજીનામુ લેવાની માંગ કરી રહ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ વધારશે ઓલીની મુશ્કેલી

સ્ટેન્ડિંગ કમિટી સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી(NCP)ની સૌથી મહત્વની કમિટી છે. પાર્ટી સાથે જોડાયેલા તમામ નિર્ણયો આ કમિટી જ લે છે. ઓલી વડાપ્રધાનની સાથે પાર્ટી અધ્યક્ષ પણ છે. પાર્ટીમાં તેને લઈને પહેલેથી નારાજગી છે. સોમવારે છેલ્લી ઘડીએ આ કમિટીની બેઠકને ટાળવામાં આવી હતી. આજે આ બેઠક થશે જ એવું નક્કી નથી. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આજે મિટિંગ થશે.

પાર્ટીમાં મતભેદનો પણ ખતરો

મનવામાં આવી રહ્યું છે ઓલીએ રાજીનામુ આપવાથી ઈન્કાર કર્યો તો પાર્ટી તૂટી જશે. એક ગ્રુપ ઓલી અને બીજું પ્રચંડની સાથે જશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે પ્રચંડે ઓલીને પાર્ટી અધ્યક્ષ પદ છોડવાનું કહ્યું જેથી સરકાર બચાવી શકાય.

ઓલી પર નિષ્ફળતાનો આરોપ

પાર્ટી નેતા ઘણા મુદ્દાઓ પર ઓલીથી નારાજ છે. વડાપ્રધાન કોવિડ-19 સામે ટક્કર લેવામાં નિષ્ફળ સાબિત થયા. ભષ્ટ્રાચારના આરોપો પર કાર્યવાહી કરવામાં આવી નથી. એક મહત્વનો મુદ્દો ભારત સાથે જોડાયેલો છે. પાર્ટીના નેતા માને છે કે સીમા વિવાદ પર તેમણે ભારત સાથે વાતચીત કરી નથી. આમ પણ ઓલી પાર્ટીના ત્રણે પ્લેટફોર્મ્સ પર નબળા છે. સેક્રેટરિએટ, સ્ટેન્ડિંગ કમિટી અને સેન્ટ્રલ કમિટીમાં તેમને સમર્થન નથી. પાર્ટીના નિયમો મુજબ, જો આ ત્રણે પ્લટેફોર્મ્સ પર નેતા નબળા પડે છે તો તેમનું જવાનું નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here