ભરૂચ: પ્રથમવાર રાષ્ટ્રીય સમસ્યાઓને લઇને તમામ મુળ-નિવાસી સમાજ એક સાથે એક મંચ ઉપર

0
0

ભરૂચ ખાતે જંબુસર બાયપાસ ચોક્ડી ઉપર પ્રથમવાર રાષ્ટ્રીય સમસ્યાઓને લઈ તમામ મુળનિવાસી સંગઠનો એક મંચ ઉપર હાજર રહી ઘરણા કાર્યક્રમ યોજયો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બદલા માટે નહીં પણ બદલાવ માટે કાર્યરત થવાનો હતો. જેમાં જણાવાયું કે મુળનિવાસી સમાજની સામાજિક આંતરીક સમસ્યાઓ અને દેશની વર્તમાન સમસ્યાઓ માટે ચિંતિત યુનિટી, મંડળ સંસ્થા,સંગઠનો પોતાની શકિત અલગ અલગ પ્રયાસ કરવાના લઇને પ્રયાસો અનુસાર સફળતા મળવી જોઇએ તે મળતી નથી, તેના લઇને આજે દરેક સમાજ પોતાનો આત્મવિશ્વાસ સાથે માનવતા જેવા વિચારોથી આને સાર દિશાથી દુર થઇ રહેલ છે.

આવા ગંભીર સમયે મુળ-નિવાસી સમાજના સંગઠનો જો એક સાથે મળીને મુળનિવાસી સમાજની વર્તમાન સમસ્યાઓને નાબુદ કરવા અને સારા ભવિષ્ય માટે જો એક સાથે તમામ સક્રિય સંગઠનો એક મંચ ઉપર બેસીને સમાજને જાગૃત કરવા અને સરકારની દેશના નાગરિક વિરોધી નિતિઓ બેફામ કાળા કાયદાના વિરોધમાં સરકાર સામે અવાજ ઉઠાવવા માટે એક મંચ પર આવે તો સમાજમાં નવી ઉર્જા અને સમાજના ચિંતિત લોકોમાં આત્મવિશ્વાસ આવે તેવા હેતુથી ઐતિહાસિક ઘરણા પ્રદર્શનમાં મુળ-નિવાસી સંગઠનો જોડાયા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મુદ્દા જેવાકે ઇ.વી.એમ. હટાવો બેલેટ પેપર લાવો, લોકતંત્ર બચાવો,કશ્મીર બચાવો અને કશ્મીરી બચાવો, એન,આર.સી., આર.ટી.ઓ. નોટબંધી, જેવા કાળા કાયદા અચાનક અમલમાં લાવવાના વિરોધમાં,અનુસુચિત જનજાતિ એ, ૫-૬ ઉપર અમલ કરવાની માંગ ઉઠાવવા માટે,સરકારી દરેક ક્ષેત્રે મુળનિવાસી સમાજનું પ્રતિનિધિત્વ માટે, અનામત લાગુ કરવાની માંગ માટે,મૌબહિંચીંગ સામે મજબુત કાનુન બનાવવાની માંગ માટે, ખેડુનોની આત્મહત્ય અને મહિલા સુરક્ષા માટે સરકાર સામે કાયદો બનાવવા દબાવ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here