રાજકોટ : 50 વર્ષમાં પ્રથમવાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો અને 100થી વધુ ખાનગી મેળા નહીં યોજાઇઃ સુત્રો

0
4

રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાઇ છે. પરંતુ આ વર્ષે કોરોનાને કહેરને લઇને આ મેળો રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમજ રાજકોટમાં યોજાતા 100થી વધુ ખાનગી મેળા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત સરકાર સત્તાવારવાર જાહેરાત કરશે. ગુજરાત સરકાર ઓફિશિયલ ગમે ત્યારે આ અંગે જાહેરાત કરી શકે છે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર 50 વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળામાં અંદાજે 10 લાખ લોકો મેળાનો આનંદ લે છે.

સરકાર રાજકોટ કલેક્ટરને લેખિત જાણ કરી દેશે

ગાંધીનગર સ્થિત સરકારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ કલેકટર  દ્વારા આગામી જન્માષ્ટમીનો મેળો યોજવો કે નહીં તે અંગે સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આથી આગામી અઠવાડીયામાં રાજકોટ કલેક્ટરને પણ ઓગસ્ટમાં યોજાનાર લોકમેળો રદ કરવા અંગેની લેખિત જાણ કરી દેવામાં આવનાર છે. રાજકોટમાં દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે આગામી અઠવાડિયામાં રાજકોટ કલેક્ટરને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here