કોરોના વર્લ્ડ : બેઈજિંગમાં મહિનામાં પ્રથમવાર કોઈ નવો કેસ ન નોંધાયો, ઓસ્ટ્રેલિયા બે રાજ્ય વચ્ચે સરહદ સીલ કરશે

0
5

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 17 લાખ 56 હજાર કેસ નોંધાયા છે. 5.41 લાખ લોકોના મોત થયા છે. 67.53 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બેઈજિંગમાં વિતેલા એક મહિનામાં પ્રથમવાર કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઓસ્ટ્રેલિયા તેના બે રાજ્ય વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે સરહદ સીલ કરશે. બે સપ્તાહમાં અહીં દેશના 95% સંક્રમણના કેસ નોંધાયા છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 30.41 લાખ કેસ નોંધાયા છે. 1.33 લાખ લોકોના મોત થયા છે.  13.25 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

પાકિસ્તાન: 50% લોકોની નોકરી ગઈ અથવા તો પગારમાં ઘટાડો થયો

મહામારીના કારણે પાકિસ્તાનમાં 50%થી વધારે લોકોની નોકરી ગઈ અથવા તો પગારમાં ઘટાડો થયો છે. ડન એન્ડ બેડસ્ટ્રીટ પાકિસ્તાન અને ગેલઅપ પાકિસ્તાનના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સર્વેમાં 1200 લોકોનો સમાવેશ કરાયો છે. તેમાં 18 % લોકોએ કહ્યું છે કે લોકડાઉનના કારણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 59% લોકો આશંકા વ્યક્ત કરી છે કે આ સ્થિતિ રહી તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. અભ્યાસમાં એ પણ જણાવાયું છે કે ઓછા પગારવાળા લોકોની નોકરી ઉપર તેની વધારે અસર થઈ છે.

બ્રાઝીલ: રાષ્ટ્રપતિ બોલ્સોનારોને કોરોનાના લક્ષણો

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. બોલ્સોનારોએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી છે. તેમણે પોતાની તમામ મિટિંગ કેન્સલ કરી દીધી છે અને તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દાવ લઈ રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે જ પોતોના કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર પછી તેમણે સ્વસ્થ હોવાનો દાવો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here