ગુજરાતમાં પ્રથમવાર 21 હજાર M.C.M. કરતા વધારે જળસંગ્રહનો રેકોર્ડ

0
16

રાજ્યમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સરેરાશ સિઝનનો 108 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 116 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમા 105 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 100 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 88 ટકા વરસાદ અને કચ્છમાં 137 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.

કહી શકાય કે રાજ્યમાં મોટા ભાગનાં દરેક શહેરોમાં મેઘરાજાની મહેર થઇ છે. જેનુ કારણ છે કે રાજ્યમાં પહેલીવાર 21000 એમ.સી.એમ. કરતાં વધારે જળસંગ્રહનો રેકોર્ડ થયો છે. સરદાર સરોવર ખાતે દરવાજા નખાયા બાદ રાજ્યની અગાઉની જળસંગ્રહ ક્ષમતા 21000 એમ.સી.એમ.થી વધીને 25000 એમ.સી.એમ. થઇ છે, જે પહેલીવાર 21000 એમ.સી.એમ. એટલે કે 21 લાખ કરોડ લિટરનો આંકડો પાર થયો છે. અત્યારે જળાશયોમાં કુલ 21401 એમ.સી.એમ. પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે કુલ પાણીનો જથ્થો 14067 એમ.સી.એમ. હતો. પહેલીવાર રાજ્યનાં કુલ 205 ડેમોમાં 84 ટકાથી પણ વધારે પાણીનો સંગ્રહ થયો છે. જો કે વરસાદી સીઝન હજુ પણ યથાવત છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા આગામી 5 દિવસ હજુ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here