સુરત : ઇતિહાસમાં પ્રથમવાર નવરાત્રિમાં અંબિકાનિકેતન મંદિર બંધ, આઠમે 56 ભોગના ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા

0
0

કોરોના સંક્રમણના પગલે પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ છે. જોકે, ભક્તો માટે મંદિર બહાર પ્રોજેક્ટર મૂકી ઓનલાઈન દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યા છે. આજે આઠમ હોવાથી 56 ભોગનો ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

56 ભોગના ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા

પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. જોકે, નિત્યપૂજા અને ઓનલાઈન દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે. સુરતમાં ભક્તોથી ઉભરાતા મંદિરો બંધ રહ્યાં હોય તેવો ઇતિહાસ છેલ્લી કેટલીક સદીઓમાં પ્રથમવાર આ વર્ષે થયો છે. અંબિકાનિકેતન મંદિરમાં આજે આઠમનો 56 ભોગ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આ 56 ભોગનો ભક્તોએ ઓનલાઈન અને પ્રોજેક્ટર પર દર્શન કર્યા હતા.

ભક્તો વિના આઠમના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું.
(ભક્તો વિના આઠમના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું.)

 

ભક્તો વિના કાર્યક્રમનું આયોજન

સુરત શહેરમાં કોરોનાની અસરને કારણે મંદિરોમાંથી સંક્રમણ ન ફેલાય તે માટે ભાવિક ભક્તો વિના જ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. પૂજારીઓ દ્વારા નિત્ય પૂજા અને અર્ચના કરી રહ્યા છે. જેના ઓનલાઈન દર્શન ભાવિકોને પણ કરાવવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here