પેનલ બિનહરીફ ચૂંટાઇ : મધુર ડેરીના 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પેનલ બિનહરીફ :ગવર્નીંગ બોર્ડના 12 પૈકી 7 સભ્યો મહિલા

0
0

મધુર ડેરીના સ્થાપનાના 50 વર્ષમાં પ્રથમ વખત પેનલ બિનહરીફ ચૂંટાઇ છે. દૂધ ઉત્પાદનમાં નાનો ગણાતો સંઘ એક તબક્કે વાર્ષિક 60 કરોડનું ટર્ન ઓવર ધરાવતી મધુર ડેરી હાલમાં વાર્ષિક 525 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. મધુર ડેરીની ગવર્નીંગ બોર્ડના 12 સભ્યોમાંથી 7 સભ્યો મહિલા ડિરેક્ટરો હોઈ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.તેમજ વિશ્વાસ અને સહકારની જીત એટલે સમરસ સમાજનું સૂત્ર સાર્થક થયું છે.

દૂધ ઉત્પાદનમાં નાના ગણાતા સંઘમા એક સમયે દૂધ અને છાશનું ઉત્પાદન અને વેચાણ થતું હતું. પરંતુ સમયાંતરે મધુર ડેરી દ્વારા દૂધ, છાશ, ઘી, દહી, આઇસ્ક્રીમ, શાકભાજી, મીઠાઇ સહિતની વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરતા મધુર ડેરીનું હાલમાં ટર્ન ઓવર રૂપિયા 525 કરોડે પહોંચ્યું છે. બિનહરીફ પેનલે મધુર ડેરીના ચેરમેન તરીકે સર્વાનુમતે ડો.શંકરસિંહ રાણા ચૂંટાયા છે. આગામી પાંચ વર્ષમાં નવો ડેરી પ્લાન્ટ બનાવીને વેલ્યુ એડિશનના પ્રોજેક્ટ હાથ ધરીને 2025 સુધીમાં વાર્ષિક ટર્ન ઓવર 1500 કરોડનું કરવામા આવશે.

આગામી સમયમાં મધુર ડેરીના વિકાસ માટે તેમણે ગ્રાહકો અને સભાસદોના યોગ્ય સુચનો અને જરૂરી પ્રતિભાવો પણા માંગ્યા હતા. મધુર મિશન 2025 વિશે જણાવતા ચેરમેને જણાવ્યુ છે કે આગામી સમયમાં મધુર ડેરીના વિકાસ માટે તેમણે ગ્રાહકો અને સભાસદોના સુચનો અને પ્રતિભાવો માંગ્યા હતા. મધુર મિશન 2025 વિશે જણાવતા ચેરમેને જણાવ્યુ છે કે આગામી પાંચ વર્ષમા નવો ડેરી પ્લાન્ટ, મધુર શાકભાજી, મધુર હની, સહેલી સુપર મોલ, મધુર નમકીન જેવા અનેકવિધ વેલ્યુ એડીશનના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here