Friday, March 29, 2024
Homeસાઉદીમાં પહેલી વખત મહિલાઓ પુરુષની મંજૂરી વિના વિદેશ જઇ શકશે
Array

સાઉદીમાં પહેલી વખત મહિલાઓ પુરુષની મંજૂરી વિના વિદેશ જઇ શકશે

- Advertisement -

રિયાદ: સાઉદી અરબમાં મહિલાઓ હવે પુરુષ વાલીઓની મંજૂરી વિના વિદેશયાત્રા પર જઇ શકશે. સાઉદી સરકારે ગુરુવારે આદેશ જારી કરતા પહેલી વખત મહિલાઓને આ છૂટ આપી છે.

નવા કાયદા હેઠળ હવે 21 વર્ષથી વધુની મહિલાઓ પોતાનો પાસપોર્ટ લઇ શકે છે, લગ્ન કરી શકે છે અને વાલીની મરજી વિના દેશ પણ છોડી શકે છે. અગાઉ ગાર્જિયનશિપ સિસ્ટમ હેઠળ મહિલાઓને કાયદાકીય રીતે કાયમી ધોરણે સગીર માનવામાં આવતી હતી. જેના લીધે પરિવારના પુરુષ (પિતા, પતિ કે અન્ય સંબંધી) વાલીઓને મહિલાઓ પર મનમરજી મુજબનો અધિકાર જમાવવાનો હક મળી જતો હતો. મહિલાઓ પર આ પ્રતિબંધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરબ ટીકાઓનો શિકાર થઇ રહ્યું હતું અને ઘણી મહિલાઓએ દેશમાંથી ભાગવાની કોશિશ કરી હતી.

વાસ્તવમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સત્તામાં આવ્યા પછી બે વર્ષમાં અહીં મહિલાઓને ઘણા અધિકાર મળ્યા છે. જેમાં ફૂટબોલ સ્ટેડિયમમાં બેસી મેચ જોવી, ડ્રાઇવિંગ કરવું સહિતનાં પગલાંનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular