Friday, April 19, 2024
Homeસ્માર્ટ ઇન્ડિયા માટે ટેકનોલોજીની મદદ : દેશમાં પહેલીવાર 20 કિમી સુધી લાંબી...
Array

સ્માર્ટ ઇન્ડિયા માટે ટેકનોલોજીની મદદ : દેશમાં પહેલીવાર 20 કિમી સુધી લાંબી ઉડાન ભરશે ડ્રોન જેથી પોલિસી બનાવવામાં મદદ મળે, ટ્રાયલ માટે 20 કંપનીઓને કામ સોંપાયું

- Advertisement -

ચાલુ મહિને દેશમાં પહેલીવાર ડ્રોન 10થી 20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે. આવું ટ્રાયલ સ્વરૂપે કરવામાં આવશે. તેના આધારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંબંધિત પોલિસી તૈયાર કરશે જેથી ભવિષ્યમાં જરૂરી કામ માટે લાંબા અંતર સુધી ડ્રોન ઉડાવી શકાય.

મંત્રાલયે તેના માટે દેશમાં ડ્રોન સંચાલિત કરતી 20 કંપનીઓને કામ સોંપ્યું છે જે 100-100 કલાક ડ્રોન ઉડાડી તેનાં પરિણામ સરકારને સોંપશે. હાલ ડ્રોનનો ઉપયોગ વીડિયોગ્રાફી કે પછી સરવે માટે કરાય છે પણ ભવિષ્યમાં તેનો ઉપયોગ દવાઓ, બ્લડ સેમ્પલ જેવી જરૂરી વસ્તુઓની ડિલિવરી કરવા અને રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ કરાશે. તેના માટે ડ્રોન બીવીએલઓએસ (બિયોન્ડ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈડ) એટલે કે આંખોથી દૂર ઉડાડવાની તૈયારી છે. હાલ વીએલઓએસ(વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈડ) એટલે કે જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ઉડાવાય છે.

ચાલુ મહિનાથી અનેક રાજ્યોમાં ડ્રોનની બીવીએલઓએસ ટ્રાયલ શરૂ થશે. તેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એનસીઆર, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ મુખ્ય છે. ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર સ્મિત શાહ કહે છે કે ડ્રોન 10થી 20 કિમીના અંતર સુધી ઉડાડાશે. ફોકસ એરિયા ગ્રામીણ અને પર્વતીય ક્ષેત્ર રહેશે. જરૂરી વસ્તુઓને પહોંચાડવા માટે બે પ્રકારની ટ્રાયલ કરાશે. પ્રથમ રીત એરડ્રોપ કરાશે અને બીજી રીત ડ્રોન લેન્ડિંગ કરાવીને થશે. ટ્રાયલ બાદ ડેટા એકત્રિત કરી કંપનીઓ મંત્રાલયને સોંપશે. તેના આધારે સરકાર પોલિસી ઘડશે. મંત્રાલયના સંયુક્ત સચિવ અને ડ્રોન પ્રોજેક્ટના વડા અંબર દુબે કહે છે કે ટ્રાયલનાં પરિણામ સફળ થતાં ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ડ્રોનના માધ્યમથી મદદ મોકલી શકાશે.

250 ગ્રામથી વધુ વજન ધરાવતાં ડ્રોનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે

ઉડ્ડયન મંત્રાલય 2018ના આદેશ અનુસાર 250 ગ્રામથી વધુ વજન ધરાવતા ડ્રોનનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેના આધારે તમામ ડ્રોનને યુનિક કોડ મળે છે. રજિસ્ટ્રેશન એ જ ડ્રોનનું થશે જે ડીજીસીએથી એપ્રૂવ થશે. રજિસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાડતાં કેસ નોંધાઈ શકે છે. વર્તમાન સમયમાં દેશમાં 2 લાખથી વધુ ડ્રોન છે. તેમાંથી 21 હજારથી વધુ ડ્રોનનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular