Wednesday, September 28, 2022
Homeકોરોનાનું સંક્રમણ વધતા ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકાની ઓનલાઇન સભા મળી
Array

કોરોનાનું સંક્રમણ વધતા ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકાની ઓનલાઇન સભા મળી

- Advertisement -

વડોદરામાં કોરોના સંક્રમણ વધતા પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત 9 અને 10 જુલાઇના રોજ મળનારી સભા ઓનલાઇન બોલાવવાનો નિર્ણય કરાયો હતો. જેને લઇને આજે ઓનલાઇન સભા મળી હતી. અનલોક-1 દરમિયાન ગાંધીનગર ગૃહ ખાતે સભા મળી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોના વાઈરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સોમવારે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની કચેરી ખાતે જરૂરી કામ સિવાય આવતા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ ઉપરાંત આ પહેલા સ્થાયી સમિતિની બેઠક પણ ઓનલાઇન મળી ચૂકી છે, ત્યારબાદ હવે પાલિકાની સભા ઓનલાઇન બોલાવવાનો નિર્ણય કરાયો હતો. જેથી આજની સભા ઓનલાઇન મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular