ભરૂચ : રાજ્ય માં પ્રથમવાર ભરૂચ પોલીસે આરોપીને PIT કરી

0
45

ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસની ટીમે રાજ્યમાં પ્રથમવાર પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી તેને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં જાપ્તા હેઠળ મોકલી આપ્યો છે. પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળળ અટકાયત માટેની સત્તા માત્ર સીઆઇડી ક્રાઇમના ડીજી પાસે હોઇ ભરૂચ પોલીસે તેમના સમક્ષ આરોપીની ફાઇલ રજૂ કરી હતી.

ભરૂચમાં ગત 10મી એપ્રિલના રોજ શહેરના નર્મદા ચોકડી વિસ્તારમાંથી એેસઓજીની ટીમે 7.236 કિલો ચરસના જથ્થા સાથે ભરૂચના જિન્નત બંગલોઝ ખાતે રહેતાં ફિરોજખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બમ્બૈયા ગુલામ બલોચ મકરાણીને ઝડપી પાડ્યો હતો.

જેની પુછપરછમાં મુખ્ય રિસીવર તરીકે ઇમરાનખાન ઉર્ફે થોભલી હૂસેનખાન પઠાણ(રહે. બહારની ઉંડાઇ નામના આરોપીની ધરપકડ એસઓજીની ટીમે કરી હતી. દરમિયાનમાં એસઓજીની ટીમે પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી કરવા માટેની ફાઇલ તૈયાર કરી સીઆઇડી ક્રાઇમના આઇજીને સુપરત કરતાં તેઓએ તેને મંજૂર રાખી આરોપીને પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવા હૂકમ કર્યો હતો. જેના પગલે એસઓજીની ટીમે તેને ઝડપી પાડી જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

જો કે નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલાં આરોપીઓ સામે પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની સત્તા માત્ર સીઆઇડી ક્રાઇમના ડીજી પાસે હોય છે. ભરૂચ પોલીસે ઇમરાન ઉર્ફે થોબલી પઠાણની ફાઇલ તૈયાર કરી તેમને રજૂ કરતાં તેમની મંજૂરી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

પીઆઇટી એનડીપીએસ એક્ટ શું છે?
દારૂ, જુગાર, મારામારી સહિતના ગુનાઓમાં કુખ્યાત વ્યક્તિઓ સામે સામાન્ય રીતે પાસા કરવામાં આવતી હોય છે. ત્યારે કેફી પદાર્થોના વેચાણના ગુનામાં સંડોવાયેલાં કુખ્યાત લોકો સામે પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠક કાર્યવાહી કરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here