Sunday, October 17, 2021
Homeકોરોના દુનિયામાં : USમાં પહેલી વખત એક દિવસમાં 2 લાખથી વધુ દર્દી...
Array

કોરોના દુનિયામાં : USમાં પહેલી વખત એક દિવસમાં 2 લાખથી વધુ દર્દી નોંધાયા, સતત બીજી લહેર આવવાની પણ ચેતવણી

દુનિયામાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકામાં સ્થિતિ ગંભીર છે.જાન્યુઆરી (પહેલો કેસ સામે આવ્યા પછી) પછીથી પહેલી વખત 2 લાખ કેસ નોંધાયા છે. સાથે જ દેશના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડો. એન્થની ફોસીએ સતત બીજી લહેર આવવાની ચેતવણી આપી છે.

તસવીર લોસ એન્જિલ્સની છે. અમેરિકામાં આજથી કોરોના પ્રતિબંધ રિન્યૂ થઈ રહ્યાં છે. નવા પ્રતિબંધ લાગ્યા, આ પહેલા રવિવારે લોકોએ બીચ પર આનંદ લીધો

(તસવીર લોસ એન્જિલ્સની છે. અમેરિકામાં આજથી કોરોના પ્રતિબંધ રિન્યૂ થઈ રહ્યાં છે. નવા પ્રતિબંધ લાગ્યા, આ પહેલા રવિવારે લોકોએ બીચ પર આનંદ લીધો)

 

 

NCB ન્યૂઝ ચેનલના એક પ્રોગ્રામમાં ફોસીએ કહ્યું કે, અચાનકથી કંઈ નહીં બદલાય. જોકે, હાલ પણ મોડું નથી થયું. લોકો થેક્સગિવિંગની રજા ઉજવીને પાછા આવી રહ્યાં છે. તમામે માસ્ક પહેરે મોટા ગ્રુપ બનાવે અને સોશિયલ ડિસટન્સીંગ યથાવત રાખે.

દુનિયામાં અત્યાર સુધી કોરોનાના 6 કરોડ 30 લાખ 64 હજાર 883 કેસ નોંધાઈ ચુક્યા છે. 14 લાખ 65 હજાર 27 લોકોના મોત થઈ ચુક્યા છે. સારી વાત તો એ છે કે અત્યાર સુધી 4 કરોડ 35 લાખ 41 હજાર 631 લોકો સાજા થઈ ચુક્યા છે.

ચીનઃ વાઈરસ અંગે નવો પ્રોપેગેન્ડા ફેલાઈ રહ્યો છે

આખી દુનિયામાં કોરોના વાઈરસ ચીનના વુહાનથી જ ફેલાયો છે. હવે ચીન નવો પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યો છે. ચીની મીડિયા આ વાતને વધારી ચઢાવીને કહી રહ્યું છે કે, વાઈરસ ચીનમાંથી નથી ફેલાયો. તેમના દેશમાં આ વાઈરસ ફ્રોઝન ફુડ્સ દ્વારા કોઈ બહારના દેશમાંથી આવ્યો હતો.‘પીપલ્સ ડેલી’સહિત ઘણા ચીની છાપાના પ્રમાણે તમામ પુરાવા એ વાત તરફ ઈશારો કરે છે કે કોરોના વાઈરસ આઉટબ્રેક વુહાનમાં નથી થયો. ચીનના પૂર્વ ચીફ એપિડેમિયોલોજિસ્ટ ઝેન્ગ ગુઆંગનું કહેવું છે કે વુહાનમાં વાઈરસની ખબર પડી, પણ ત્યાં પેદા નથી થયો.

બ્રિટનઃ નવા કેસમાં ઘટાડો

આ બધાની વચ્ચે, બ્રિટનમાં મહિનાભરના લોકડાઉનથી નવા કેસમાં 30%નો ઘટાડો નોંધાયો છે. લગભગ એક લાખ વોલેન્ટિયર્સ પર કરવામાં આવેલા અભ્યાસના આ પરિણામ સોમવારે સામે આવ્યા. કેસ વધવાથી બ્રિટનમાં 5 નવેમ્બરે બીજું લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ઈમ્પીરિયલ કોલેજ ઓફ લંડનની સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે, 16 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે 10 હજાર લોકો પર 130 કેસ નોંધાઈ રહ્યાં હતા. સાથે જ લોકડાઉન પછી 13 થી 24 નવેમ્બર વચ્ચે કેસ ઘટીને 10 હજાર લોકો પર 96 રહી ગયાં.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશમાં સ્થિતિ

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 13,750,404 273,072 8,107,203
ભારત 9,432,075 137,177 8,846,313
બ્રાઝિલ 6,314,740 172,848 5,578,118
રશિયા 2,269,316 39,527 1,761,457
ફ્રાન્સ 2,218,483 52,325 161,427
સ્પેન 1,646,192 44,668 ઉપલબ્ધ નથી
યૂકે 1,617,327 58,245 ઉપલબ્ધ નથી
ઈટલી 1,585,178 54,904 734,503
અર્જેન્ટીના 1,418,807 38,473 1,249,843
કોલમ્બિયા 1,308,376 36,584 1,204,452

(આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે)

આ દેશો વિશે પણ જાણો

ઈરાક : ફેબ્રુઆરી પછી પહેલી વખત શાળા ખુલી ચુકી છે. સપ્તાહમાં 6 દિવસ બાળક ભણવા માટે જઈ રહ્યાં છે. સોશિયલ ડિસટન્સિંગનું પુરે પુરુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

લેબનાન : આર્થિક મોરચા પર ઝઝૂમી રહેલા દેશે કોરોના પ્રતિબંધોમાં અમુક છૂટ આપી છે, જેથી ક્રિસમસ અને નવા વર્ષ પહેલા ઈકોનોમીને પાટા પર લાવી શકાય.

તુર્કી : અહીંયા સ્થિતિ સતત બગડી રહી છે. રવિવારે સતત 7માં દિવસે રેકોર્ડ મોત(185) થયા.

પેલેસ્ટાઈન : સુવિધાઓની અછતના કારણે અહીંયા પણ કેસ વધી રહ્યાં છે.WHOએ ગાજાની એક હોસ્પિટલમાં 15 વોલેન્ટિયર આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments