હાઉડી મોદી : અમેરિકન રાષ્ટ્રપતિના ભાષણ મંચ પર પહેલી વખત પ્રેસિડેન્શિયલ સીલની જગ્યાએ ભારત-અમેરિકાની મિત્રતાનો ધ્વજ

0
16

હ્યૂસ્ટનઃ અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો છે. ત્યાં જ આ કાર્યક્રમની એક ખાસિયત પણ ઘણી ચર્ચાઈ છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પના ભાષણ મંચ પર પ્રેસિડેન્શિયલ સીલની જગ્યાએ ભારત-અમેરિકાની મિત્રતાનો ધ્વજ લાગેલો હતો. ટ્રમ્પ પ્રશાસને પહેલી વખત રાષ્ટ્રપતિના ભાષણ મંચ પર લગાવાતા પ્રતીકમાં ફેરફાર કર્યો હતો.

પ્રેસિડેન્શિયલ સીલ અમેરિકન સરકારની પંરપરા

અમેરિકન સરકારની પરંપરા પ્રમાણે, રાષ્ટ્રપતિના ભાષણ મંચ પર પ્રેસિડેન્શિયલ સીલ જ લગાડવામાં આવે છે. દેશ-વિદેશમાં પણ રાષ્ટ્રપતિનું કોઈ પણ ભાષણ અથવા નિવેદન પ્રેસિડેન્શિયલ સીલ વાળા મંચ પરથી જ આપવામાં આવે છે. કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ અથવા કાર્યક્રમમાં આ મંચમાં ફેરફાર કરવામાં આવતો નથી. રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાન દરમિયાન પણ પ્રેસિડેન્શિયલ સીલ હટાવવામાં આવતું નથી. પણ પહેલી વખત આ પરંપરામાં ફેરફાર થયો છે અને આ સીલની જગ્યાએ ભારત-અમેરિકાની મિત્રતાનો ધ્વજ લગાડાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે હ્યૂસ્ટનમાં હાઉડી મોદી ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આવું પહેલી વખત બન્યું છે જ્યારે દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશના પ્રમુખ અમેરિકામાં આવડી મોટી રેલીને એકસાથે સંબોધિ છે. હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં 50 હજાર લોકોની હાજરીમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો પર મહત્વની ચર્ચા કરાઈ હતી. આ દરમિયાન પણ મોદી- ટ્રમ્પ વચ્ચે અલગ જ કેમેસ્ટ્રિ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here