વર્ચ્યુઅલ મીટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર 120 દેશોના સંગઠન નોન-એલાઈન્ડ મુવમેન્ટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે

0
4

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોન-એલાઈન્ડ મુવમેન્ટ (NAM) સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં સભ્ય દેશોના તેમના વિસ્તૃત સંકલન અંગે ચર્ચા કરવામાં આવશે અને તેમાં મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર આ સમિતમાં ભાગ લઇ રહ્યા છે. NAM એ 120 જેટલા ડેવલપિંગ રાષ્ટ્રોનું સમૂહ છે જેમાં એશિયા, લેટીન અમેરિકા અને આફ્રિકાના દેશો સભ્ય છે અને તેને યુનાઇટેડ નેશન્સ પછીનું બીજું સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવના ઉપક્રમે સંગઠનના સભ્ય દેશોના રાષ્ટ્રપતિઓ અને સરકારના વડાઓની વિશેષ ઓનલાઇન સમિટ બોલાવવામાં આવી છે.

મોદી પહેલીવાર NAM સમિટમાં ભાગ લેશે

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ 2016 અને 2019માં NAMની સમિટ યોજાઈ હતી પરંતુ તેઓએ આમાં ભાગ લીધો ન હતો. આ સમયમાં ભારતના ઉપ રાષ્ટ્રપતિએ ભાગ લીધો હતો. વર્ષ 2012માં તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહે નોન-એલાઈન્ડ મુવમેન્ટમાં ભાગ લીધો હતો. આજે સાંજે 4:30 કલાકે યોજાનારી મીટમાં નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ જોડાશે.

ભારતની વિદેશ નીતિને લઇને આ બેઠક મહત્વની માનવામાં આવે છે

આ નિર્ણયને લીધે કોરોના વાયરસ રોગચાળાને પગલે ભારતની વિદેશ નીતિમાં મોટો બદલાવ આવે છે કે કેમ તેની અટકળો વહેતી થઈ હતી. પીએમ મોદીએ રોગચાળો દૂર કરવા આંતરરાષ્ટ્રીય સહયોગની મહત્તાને વારંવાર રજૂ કરી છે. છેલ્લા બે મહિનામાં ભારતે જી -20, સાર્ક અને બ્રિક્સ સમિટમાં જીવલેણ વાયરસ સામે લડવાની રીતો અને સંયુક્ત રીતે વૈશ્વિક અર્થતંત્રને જીવંત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

કોરોના સંબંધિત મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે

જાણકારો મને છે કે, આ મીટીંગ બાદ સભ્ય રાષ્ટ્રો દ્વારા કોરોના સામેની લડતને કઈ રીતે આગળ વધારવી તેના સંદર્ભમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. આ ઉપરાંત તેમાં નબળી પડતી જતી અર્થવ્યવસ્થાને કઈ રીતે ફરી સદ્ધર કરાવી તેના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here