સુરત : સતત ચોથા દિવસે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવને લઈને 13 હોસ્પિટલ અને 3 સ્કૂલ સીલ.

0
6

સુરત શહેરમાં હોસ્પિટલો સાથે સ્કૂલ-ક્લાસિસોમાં ફાયર સેફ્ટીના અભાવે પાલિકાએ છેલ્લા 3 દિવસથી કડક કાર્યવાહી હાથ ધરી છે. સતત ચોથા દિવસે મોડી રાત્રીથી સવાર સુધીમાં વધુ 13 હોસ્પિટલ અને 3 સ્કૂલ સીલ કરી દેવામાં આવી છે.

ફાયર સેફ્ટીના અભાવના કારણે સ્કૂલો પણ સીલ મારવામાં આવી રહી છે.
ફાયર સેફ્ટીના અભાવના કારણે સ્કૂલો પણ સીલ મારવામાં આવી રહી છે.
ડેપ્યુટી કમિશનરે હોસ્પિટલ સંચાલકોની ઝાટકણી કાઢી
હોસ્પિટલો સીલ થતા સંચાલકો પાલિકા પહોંચ્યા હતા. જ્યાં ડેપ્યુટી કમિશનરે પણ બે વર્ષ થવા છતાં ફાયર સેફ્ટી કાર્યરત કરવામાં આવી ન હોય તમામની ઝાટકણી કાઢી હતી. ત્રણ ત્રણ દિવસથી હોસ્પિટલોને સીલ મરાઈ રહી છે છતાં દરકાર ન લેવાતા હવે ફાયર સેફ્ટી કાર્યરત કરવા અંગેનું સોગંદનામું લઈ હોસ્પિટલોના સીલ ખોલવા સૂચના આપી હતી.

 

પ્રથમ દિવસે બે કોમ્પલેક્સ, 3 હોસ્પિટલ, ટ્યૂશન ક્લાસ સીલ

સુરત મહાનગર પાલિકા ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીના ચાલતી હોસ્પિટલની યાદી જાહેર કરાઇ હતી. તેમજ આ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી મેળવવા માટે પણ તાકીદ કરાઇ હતી. જોકે હજુ પણ હોસ્પિટલ ક્લાસીસ કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળતી નથી. જેને લઈને સુરતમાં બે કોમ્પલેક્સની 102 દુકાન, હોસ્પિટલ-ક્લાસીસ સહિતનાને સીલ કરવાની કામગીરી કરાઈ છે.

સીલ તોડવા પર કાયદેસરની કાર્યવાહીની નોટિસ મારવામાં આવે છે.
સીલ તોડવા પર કાયદેસરની કાર્યવાહીની નોટિસ મારવામાં આવે છે.

 

બીજા દિવસે 32 જેટલી હોસ્પિટલ, દુકાન અને કોમ્પલેક્સને સીલ

ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને શહેરભરમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ નોટિસ ફાયરબ્રિગેડ દ્વારા અપાઈ હોવા છતાં ફાયર સેફ્ટીના મુદ્દે કોઈ કામગીરી ન કરનારી 32 જેટલી હોસ્પિટલ, દુકાનો સહિતના કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચાર દિવસમાં 35 જેટલી હોસ્પિટલ અને સ્કૂલોને સીલ મારવામાં આવ્યું છે.
ચાર દિવસમાં 35 જેટલી હોસ્પિટલ અને સ્કૂલોને સીલ મારવામાં આવ્યું છે.

 

ત્રીજા દિવસે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોને સીલ

કતારગામ, ભટાર, રાંદેર, લિંબાયત ડિંડોલી જેવા અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં સીલની કામગીરી કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ અને શોપિંગ કોમ્પ્લેક્સોમા ફાયર સેફ્ટીના અભાવને લઇને નોટિસ ફટકારી હતી. છતાં ફાયર સેફટી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોને સીલ કરાઈ હતી.

સીલ કરાયેલ હોસ્પિટલ અને સ્કૂલના નામ

 • જ્યોતિ ચિલ્ડ્રન હોસ્પિટલ
 • રૂગવેદ વુમન હોસ્પિટલ
 • રૂદ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ
 • શ્રેયસ હોસ્પિટલ
 • રાધામા હોસ્પિટલ
 • નેત્રજ્યોત આઈ હોસ્પિટલ
 • પથિક ચિલ્ડ્રન હોસ્પિટલ
 • પલક હોસ્પિટલ
 • વિવેક વિદ્યાલય
 • સત્યમ હોસ્પિટલ
 • અમિકૃપા સર્જીકલ હોસ્પિટલ
 • કવિતા નર્સિંગહોમ
 • પાયલ મેટરનિટી હોસ્પિટલ
 • ચિલ્ડ્રન હોસ્પિટલ
 • એચબી હિન્દી વિદ્યાલય
 • સંસ્કાર વિદ્યાલય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here