સતત ચોથા દિવસે સોનાના ભાવમાં કડાકો, ફટાફટ જાણીલો આજના ભાવ

0
95

નવી દિલ્હીઃ સોનાની કિંમતોમાં (Gold Prices Today)સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. સોમવારે દિલ્હી સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Prices) 95 રૂપિયા ઘટ્યો છે. જ્યારે ચાંદીની કિંમતોમાં (Silver Prices Today) ઉછાળો નોંધાયો છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં રૂ. 128નો ઘટાડો જોવા મળ્યો હતો.

એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે મંગળવારે પણ અમેરિકન ડોલર (American dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) મજૂબત રહેતા અને ગ્લોબલ માર્કેટમાં વેચવાલી નીકળતા સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત સોનાની માંગમાં પણ બજારમાં સુસ્તી જોવા મળી રહી છે જેના કારણે ઘટાડો આવ્યો છે.

સોનાની કિંમતોઃ સોમવારે દિલ્હી સોના ચાંદી બજારમાં (Delhi Gold and silver market) સોનાનો ભાવ 38,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1463 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 16.62 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.

ચાંદીના ભાવઃ- દિલ્હી બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ.44,735થી ઘટી અને 44,607 રૂપિયા આવી ગઈ હતી. પ્રતિ કિલોગ્રામના ભાવમાં રૂં. 128 રૂપિયાનો કડાકો બોલ્યો હતો.

સોનું સસ્તું કેમ થયું?: એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે, ડોલરની તુલનાએ રૂપિયો મજબૂત થયો છે. રૂપિયામાં મજબૂત વલણ આવતા સોનાના ભાવ ઉપર અસર પડી રહી છે. ઉપરાંત સોનાની ઘરેલું માંગમાં પણ ઘટાડો નોંધાયો છે.

તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં સરકારી ડેટા પ્રમાણે નોકરીઓમાં અવસર વધવા અને બેરોજગારી દર ગટવાથી સોનામાં વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ ડીલ થવાની આશારએ સોનાના ભાવ ઉપર દબાણ બનાવી રાખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here