વડોદરા : વિધવા પેન્શનની સહાય માટે છેલ્લા 9 મહિનાથી મહિલાઓ ધક્કા ખાય છે, સર્વર ડાઉન કહીને કર્મચારીઓ ઉદ્ધતાઇભર્યુ વર્તન કરે છે

0
8

વડોદરા શહેરના નર્મદા ભવન સ્થિત વિધવા સહાય પેન્શનની કચેરી ખાતે છેલ્લા 9 મહિનાથી વિધવા મહિલાઓને સહાયનો લાભ મેળવવા માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. કચેરીમાં કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું જણાવી રોજ ધક્કા ખવડાવતા મહિલાઓમાં રોષ ફેલાયો છે.

વિધવા સહાય પેન્શનનો લાભ ન મળતાં આર્થિક પરિસ્થિતિ કફોડી બની
વિધવા સહાય પેન્શનનો લાભ ન મળતાં આર્થિક પરિસ્થિતિ કફોડી બની

 

કર્મચારીઓ વિધવા મહિલાઓ સાથે ઉદ્ધતાભર્યુ વર્તન કરે છે

વડોદરા શહેરના નર્મદા ભવનના બીજામાળે આવેલ વિધવા સહાય પેન્શનની કચેરી ખાતે છેલ્લા 9 મહિનાથી પેન્શનનો લાભ મેળવવા માટે વિધવા મહિલાઓ ધક્કા ખાઈ રહી છે. જેઓની વેદનાને વાચા આપવા એક પણ કાર્યકર કે નેતાએ મુલાકાત લીધી નથી. વિધવા પેન્શનના 1250 રૂપિયાનો લાભ લેવા પોસ્ટ ઓફિસે પહોંચતી વિધવા બહેનોને નર્મદા ભવન કચેરીના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું જણાવે છે અને ઉદ્ધતાઇભર્યુ વર્તન કરીને જવાબ આપતા હોવાની રજૂઆત વિધવા બહેનોને કરી છે.

ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું જણાવે છે
ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું જણાવે છે.

9 મહિનાથી રિક્ષાઓના ભાડા ખર્ચીને નર્મદા ભવન પહોંચવું પડે છે

ફેબ્રુઆરી-2020 બાદ તેઓને વિધવા સહાય પેન્શનનો લાભ ન મળતાં આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. છતાં છેલ્લા 9 મહિનાથી રિક્ષાઓના ભાડા ખર્ચીને નર્મદા ભવન પહોંચવું પડે છે. લાભાર્થી ઇન્દિરાબેન પરમારે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માસ બાદ પેન્શન મળ્યું નથી અને નર્મદા ભવન ખાતે આવેલી વિધવા સહાય પેન્શન કચેરીમાં બેસેલા કર્મચારીઓ સરખા જવાબ આપતા નથી અને રોજ ધક્કા ખવડાવે છે.

રોજ ધક્કા ખવડાવતા મહિલાઓમાં રોષ ફેલાયો
રોજ ધક્કા ખવડાવતા મહિલાઓમાં રોષ ફેલાયો
પેન્શન ન મળતા આર્થિક સંકડામણ ઊભી થઈ
લાભાર્થી સુવર્ણા પાટીલે જણાવ્યું હતું કે, વિધવા સહાય પેન્શન દર મહિને 1250 રૂપિયા મળે છે, પરંતુ, છેલ્લા 9 મહિનાથી તે ન મળતા આર્થિક સંકડામણ ઊભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા અને કુબેર ભવન કચેરી ખાતે અરજદારો અને લાભાર્થીઓ આવી સમસ્યાઓથી કંટાળી એજન્ટનો શિકાર બનતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here