ખેરગામ તાલુકામાં વિકાસ છાપરે ચઢ્યો ! : છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના એપમા ત્રણ ગામો દેખાતા જ નથી !

0
6
પીએમ આવાસ યોજનાની એપ માં ગામોનો રૂટકોડ બ્લોક થઈ ગયા નો હવાલો આપી ખેરગામ તાલુકા પંચાયત પોતાનો લુલો બચાવ કરી રહી છે.
 
સબકા સાથ સબ કા વિકાસ અને છેવાડાના માનવી ના વિકાસ ના મુદ્દા સાથે  દેશ માં સત્તા પર આવેલી ભાજપ સરકાર ના રાજ માં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ના ગરીબ લાભાર્થીઓ ની હાલત દયાજનક બની છે. ખેરગામ તાલુકા પંચાયત માં આવેલ ત્રણ ગામ ના ગરીબ લાભાર્થીઓ ને છેલ્લા ત્રણ વર્ષ થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મળ્યા જ નથી !  છતાં પણ બેશરમ સ્થાનિક નેતાઓ વિકાસ કામ ની વાહવાહી લૂંટવા માં જરા પણ શંકોચ કરતા નથી. લાભ થી વંચીત લાભાર્થીઓ મીડિયા સમક્ષ તેમની વ્યથા ઠાલવી રહ્યા છે.ખેરગામ તાલુકા પંચાયત ના રેઢિયાળ કારભાર ને કારણે નાંધઈ, પેલાડી ભેરવી અને પાટી ગામ ના ગરીબ લાભાર્થીઓ ને છેલ્લા ત્રણ વર્ષ થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મળ્યા જ નથી.
લાભાર્થીઓ તાલુકા પંચાયત માં તાપસ કરે ત્યારે તેમના ગામો નો રૂટકોડ બ્લોક થઈ ગયા હોવાનું જણાવી તાલુકા પંચાયત ના અધિકારીઓ પોતા નો લુલો બચાવ કરી લે છે. પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ ત્રણે ગામો નો રૂટકોડ બ્લોક થઈ ગયા બાબતે જવાબદાર કોણ ? પાટી ગામ ના સરપંચે આ બાબતે તાલુકા ,જિલ્લા બાદ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી .પરંતુ તેમની ફરિયાદ ની સરકારી તંત્ર પર કોઈ અસર થઈ નથી. ખેરગામ ના ઇન્ચાર્જ ટીડીઓ અશ્વિન ભાઈ એ આ બાબતે ઉચ્સ્તરે દરખાસ્ત મોકલી આપી હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ ત્રણ વર્ષ નો સમય ઘણો લાંબો કહેવાય અને હજી પણ આ ગામો નો રૂટકોડ ક્યારે ખુલશે તે બાબતે ચોક્ક્સપણે કહી શકતા નથી ત્યારે આ પંચવર્ષીય માં ત્રણ ગામ ના લાભાર્થીઓ ને પીએમ આવાસ યોજના બાબતે અન્યાય કરવા માં આવ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
નવસારી સાંસદ અને હાલમાં જ નિયુક્ત થયેલ ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ના પોતાના મત વિસ્તાર ખેરગામ તાલુકાના નાધઇ,પાટી અને પેલાડી ભૈરવી એમ ત્રણ ગામો માં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  આપવામાં આવતા આવાસ બાબતે લાભાર્થીઓ ને તાલુકા પંચાયત ખો આપી રહ્યું છે.સી આર પાટીલ ને પણ સરપંચો એ આ બાબતે ફરિયાદ કરી હોવાનું જણાવી રહ્યા છે.પરંતુ અહીંના ગરીબોની દિનદશા બાબતે ઉચ્ચ સ્તરે પણ તંત્ર માં ભારે લાલીયાવાડી થઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
નાધઇ ગામમાં ગ્રામપંચાયત ની બાજુ માં જ રહેતા રમણભાઈ રૂમશી પટેલ ને આવાસ મળ્યું નથી તેમનું જર્જરિત ઘર પડી ભંગવાની સ્થિતિમાં છે. તેવો જીવ ના જોખમે તેમના પરિવાર સાથે રહે છે આ બાબતે ઉચ્ચ સ્તરે થી તપાસ આવતા તાલુકા પંચાયત ના અધિકારીઓ મકાન નું નિરીક્ષણ કરી રમણભાઈ પાસે તાલુકા પંચાયત ના ફેવરમાં જવાબ લખાવી પોતા નો બચાવ કરી લીધો હતો રમણભાઈ ને  ત્યાં શૌચાલય બન્યું જ નથી છતાં પણ ગ્રામપંચાયત દ્વારા  ખુલ્લા માં” શૌચ મુક્ત ગામ નાધઇ “નું બોર્ડ મારી દેવાયું છે! તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here