ખેડબ્રહ્મા : છેલ્લા છ માસથી પોલીસ કર્મચારી ગૃહમાતાને ફોન કરી આડાસંબંધ રાખવા દબાણ કરતો હતો

0
7

ખેડબ્રહ્માના મેત્રાલની આરડેકતા કોલેજની ગર્લ્સ હોસ્ટેલની ગૃહમાતાએ ગત 4 માર્ચે બપોરે પોતાના રૂમમાં જ પંખા સાથે સાડી ભેરવી જીવનલીલા સંકેલી લેતાં મૃતકના પિતા અને પોલીસને જાણ કરતાં પીએમ વગેરે હાથ ધરી એ.ડી. નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાના સમાજિક ક્રિયાક્રમ બાદ પિતાએ અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણનો ગુનો નોધાવ્યો છે. જેમાં પોલીસકર્મી મૃતકને આડા સંબંધ રાખવા દબાણ કરતો હતો જેથી કંટાળી ગૃહમાતાએ ફાંસો ખાઇ લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસકર્મી મૃતકના પિતાના સાઢુભાઇનો દીકરો થતો હોઇ મૃતક સાથે તેનો માસિયાઇ ભાઇનો સંબંધ પણ થાય અને પોલીસકર્મી મૃતકને છેલ્લા છ મહિનાથી ફોન કરી ટોર્ચર કરતો અને આડાસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.ખેરોજના સૂરતાબેન ભોજાભાઇ મકવાણા (45) ના લગ્ન દાંતાના જામરૂના અશ્વિનભાઈ સાયબાભાઈ તરાલ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બે દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો હતો. પાંચેક વર્ષથી સૂરતાબેન આરડેકતા કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતા હતા. 4 માર્ચે બપોરે પોણા બે એક વાગ્યાના સુમારે તેમના રૂમમાંથી પંખે લટકેલી લાશ આવી હતી.

જેમાં સોમવારે સુરતાબેનના પિતા ભોજાભાઈ મકવાણાએ ખેડબ્રહ્મા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ સુરતાબેન ત્રણેક વર્ષથી કોલેજની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતી હતી અને તેની દીકરી સ્નેહલ પણ આ જ કોલેજમાં બીએસસી કરતી હતી. 4 માર્ચે બપોરે સુરતાબેન પોતાના રૂમમાં સાડી પાંખે બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. તે દિવસે સુરતાબેનને છેલ્લો ફોન અમદાવાદ પોલીસ વિભાગમાં નોકરી કરતાં વિવેકભાઈ બુબડિયાનો (ભોજાભાઈના સાઢુનો દીકરો) નો મો. 8160464188 પરથી ફોન આવેલ હતો.

જે સુરતાબેનને છેલ્લા છ માસથી ફોન કરી ટોર્ચર કરી રહ્યો હતો અને સુરતાબેન સાથે આડો સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો અને કોલેજમાં આવી બધા વચ્ચે બદનામ કરવાની ધમકીઓ આપતો હતો. 3 તારીખે પણ વારંવાર ફોન કરી હેરાન કરતાં તેને પિતાને પણ વાત કરી હતી. ત્યારે રાત્રિના સુરતાબેનની દીકરીના મોબાઇલ પર પણ 40 થી 50 કોલ કરેલ હતા.

4 તારીખે સુરતાબેનની સાથે નોકરી કરતા ભાવનાબેનના નંબર પર ફોન આવેલ અને સુરતાબેનને ધમકાવ્યા હતા. સુરતાબેનેે આબરૂના ડરથી ફાંસો ખાઇ લીધો હતો. સુરતાબેનના પિતા ભોજાભાઈ મકવાણાએ વિવેકભાઈ શરદભાઈ બૂબડિયા, મૂળ રહે. કાલિકાકાર, તા.પોશીના હાલ રહે. અમદાવાદવાળા સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી.

આની સામે ફરિયાદ

વિવેકભાઈ શરદભાઈ બૂબડિયા, મૂળ રહે. કાલિકાકાર, તા.પોશીના હાલ રહે. અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here